જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે બપોરે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર શરૂ થયું હતું. અધિકારીઓએ જણાવ્યું કે આ એન્કાઉન્ટર યારીપોરાના બડીમાર્ગમાં ચાલી રહ્યું છે.મંગળવારે પણ કુપવાડા જિલ્લાના નાગમર્ગ વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
અહીં બે આતંકવાદીઓ છુપાયા હોવાની આશંકા હતી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને મંગળવારે મોડી રાત સુધી શોધખોળ કરી હતી, પરંતુ આતંકીઓ ઝડપાયા ન હતા.ઉત્તર કાશ્મીરમાં છેલ્લા 8 દિવસમાં આ છઠ્ઠું એન્કાઉન્ટર છે. અગાઉ બાંદીપોરા, કુપવાડા અને સોપોરમાં એન્કાઉન્ટર થઈ ચૂક્યા છે. આ પહેલા પણ 10 નવેમ્બરે કિશ્તવાડના કેશવાનના જંગલોમાં એન્કાઉન્ટર થયું હતું.