ચક્રવાત 'મોચા' ધારણ કરશે વિકારળ સ્વરૂપ, ગુજરાતવાસીઓને ગરમીમાંથી મળી શકે છે રાહત
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત 'મોચા' ઝડપથી વધી રહ્યું છે અને આજે એટલે કે શુક્રવારે તે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચક્રવાત 'મોચા' ઝડપથી વધી રહ્યું છે અને આજે એટલે કે શુક્રવારે તે ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ શકે છે. પરિણામે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે અને તે બાંગ્લાદેશ-મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા છે. ગુજરાતના મોટાભાગના ભાગોમાં હીટ વેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી અને રાજ્યના ઉત્તરીય પ્રદેશમાં પાટણ ગુરુવારે મહત્તમ તાપમાન 45.4 ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ હતું. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું. હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે 13 મે પછી લોકોને ગરમીથી થોડી રાહત મળે તેવી શક્યતા છે. આ સાથે જ ચક્રવાત 'મોચા'ના ભણકારા વચ્ચે સૌરાષ્ટ્ર અને કચ્છના થોડા ભાગોમાં ભારે લૂ પડી શકે છે. અંદમાન અને નિકોબાર ટાપુઓ પર થોડો ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ અંદમાન સમુદ્ર અને બંગાળની ખાડીના મધ્ય ભાગોમાં આજે અને આવતીકાલે દરિયાની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેવાની શક્યતા છે. મોજા ઊંચા ઊછળી શકે છે અને પવનની ઝડપ લગભગ 70 થી 80 કિમી પ્રતિ કલાકથી 90કિમી પ્રતિ કલાક સુધી ફૂંકાઈ શકે છે. દક્ષિણ કર્ણાટક, કેરળ અને ઉત્તરપૂર્વ ભારતમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને લક્ષદ્વીપમાં હળવો વરસાદ થઈ શકે છે.