Connect Gujarat
દેશ

બંગાળની ખાડી પર વાવાઝોડાનું સંકટ, બાંગ્લાદેશ દરિયાકાંઠે ટકરાવાની સંભાવના….

ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું કે, પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર ઉદભવેલું ઊંડુ દબાણ આગામી 24 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે

બંગાળની ખાડી પર વાવાઝોડાનું સંકટ, બાંગ્લાદેશ દરિયાકાંઠે ટકરાવાની સંભાવના….
X

બંગાળની ખાડી ઉપર વધુ એક વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગએ જણાવ્યું કે, પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડી ઉપર ઉદભવેલું ઊંડુ દબાણ આગામી 24 કલાકમાં વાવાઝોડામાં પરિવર્તિત થઈ શકે છે અને તે બાંગ્લાદેશના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. ઉપરાંત હવામાન વિભાગે તમિલનાડુ, પશ્ચિમ બંગાળ સહિત 10 રાજ્યો માટે ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. IMDની આગાહી મુજબ તાજેતરની લહેરોના કારણે 19 અને 20 નવેમ્બરે તમિલનાડુ અને કેરળના જુદા જુદા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. આઈએમડીએ બુલેટીનમાં કહ્યું કે, 20 નવેમ્બરે તમિલનાડુ અને કેરળ (Kerala)માં કેટલાક વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડી પર ઉદભવેલું ડીપ ડિપ્રેશન આજે ગુરુવારે ગંભીર બન્યું છે અને તે અતિ ગંભીર સ્થિતિમાં આવી ગયું છે. ડીપ ડિપ્રેશન પ્રતિ કલાક 17 કિલોમીટરની ઝડપી ગતિએ આગળ વધી ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યું છે, જે આજે સવારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના પૂર્વ-દક્ષિણપૂર્વમાં લગભગ 390 કિલોમીટર તથા ઓડિશાના પારાદીપના દક્ષિણ-દક્ષિણપૂર્વથી 320 કિલોમીટર દૂર હતું. આ બંને રાજ્યોમાં વરસાદની અસર પડવાની સંભાવના છે.

Next Story