Connect Gujarat
દેશ

દમણ-દિવના ભાજપના ઉમેદવાર લાલુ પટેલે પ્રચારના કર્યા શ્રી ગણેશ, લાલુ પટેલને સતત ચોથી વખત રિપીટ કરાયા

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે સંઘ પ્રદેશ દમણ-દિવના ભાજપના ઉમેદવાર લાલુ પટેલે પણ વિવિધ મંદિરોમાં જઈ દેવી-દેવતાઓના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા

X

લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે ત્યારે સંઘ પ્રદેશ દમણ-દિવના ભાજપના ઉમેદવાર લાલુ પટેલે પણ વિવિધ મંદિરોમાં જઈ દેવી-દેવતાઓના દર્શન કરી પ્રચારના શ્રી ગણેશ કર્યા

લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશમાં દમણમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ દ્વારા પ્રથમ યાદીમાં જ દમણ દીવ બેઠક પર ઉમેદવાર તરીકે વર્તમાન સાંસદ લાલુભાઈ પટેલને ફરી રિપીટ કર્યા છે. આજથી જ ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે વિધિવત રીતે પોતાના ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા. ચૂંટણી પ્રચાર શરૂ કરતાં પહેલાં લાલુભાઈ પટેલ અને ભાજપના અગ્રણીઓએ મંદિર મંદિર ફરી અને દેવી દેવતાઓના દર્શન કર્યા હતા. સૌપ્રથમ દમણના વાસુકીનાથ મહાદેવ મંદિરમાં ભગવાન ભોળાનાથના દર્શન અને પૂજા આરતી કરી આશીર્વાદ મેળવ્યા હતા.. આ પ્રસંગે દમણ દીવ અને દાદરા નગર હવેલી લોકસભા બેઠકના ભાજપના પ્રભારી પૂર્ણેશ મોદી પણ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વપૂર્ણ છે કે લાલુભાઈ પટેલ દમણ દીવ લોકસભા બેઠક પરથી સતત ચોથી વખત ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી જંગમાં છે. આ અગાઉ તેઓ વર્ષ 2009 , 2014 અને 2019 માં પણ જંગી લીડથી જીત મેળવી દમણ દીવનું લોકસભામાં પ્રતિનિધિત્વ કર્યું છે. અને હવે સતત ચોથી વખત પાર્ટીએ તેમને ચૂંટણી મેદાનમાં ઉતારતા આજથી તેઓએ ભગવાન અને માતાજીના આશીર્વાદ લઈ પ્રચાર શરૂ કર્યો હતો. પ્રચારના આરંભ કરતા લાલુભાઈ પટેલ અને પ્રભારી પૂર્ણેશ મોદીએ દમણ દીવ લોકસભા બેઠક પર સતત ચોથી વખત ભાજપનો ભગવોલહેરાવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વીતેલા વર્ષોમાં કરેલા વિકાસના કામોને લઈ ભાજપ લોકો વચ્ચે જશે. આ વખતે ભાજપ ચૂંટણી જીતવા કરતા લોકોના દિલ જીતવા નીકળ્યા હોવાનો જણાવ્યું હતું

Next Story