મહારાષ્ટ્રના રસ્તાઓ પર દોડતી ડબલ ડેકર બસ સહિતનો શણગાર, મુંબઈના પરિવારની શ્રીજી ભક્તિ...

ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ઠેર ઠેર વિવિધ રીતભાત અને શણગાર દ્વારા ભગવાન ગણેશની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે.

New Update
મહારાષ્ટ્રના રસ્તાઓ પર દોડતી ડબલ ડેકર બસ સહિતનો શણગાર, મુંબઈના પરિવારની શ્રીજી ભક્તિ...

મહારાષ્ટ્રના મુંબઇના એક પરિવારે આ વર્ષે ગણપતિ મહોત્સવ દરમ્યાન અનોખુ ડેકોરેશન કરી બતાવ્યુ છે. જેમાં મુંબઈમાં લોકોને મુસાફરી કરાવતી એવી ડબર ડેકર બસમાં શ્રીજીની પ્રતિમાને બિરાજમાન કરવા સહિતનો શણગાર કરવામાં આવ્યો છે.

દેશભરમાં ગણેશ મહોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ઠેર ઠેર વિવિધ રીતભાત અને શણગાર દ્વારા ભગવાન ગણેશની પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવ્યું છે. કહેવાય છે ને કે, વિઘ્નહર્તાનું પૂજન-અર્ચન કરવાથી આપણા તમામ વિઘ્ન દૂર થઈ જાય છે, ત્યારે આજે આપણે એવા ગણેશજીના દર્શન કરવા જઈ રહ્યા છે કે, જેમાં ખુદ ગણેશજી બસમાં સવાર થઈ જાણે લોકોને દર્શન આપવા આવ્યા હોય. તમે જોઈ શકો છો કે, ગણપતિ બાપ્પા એક ડબલ ડેકર બસમાં સવાર થયા છે. જી હા, મુંબઈના એક પરીવારે પોતાના ઘરમાં આબેહૂબ ડબર ડેકર બસ તૈયાર કરી બાપાને બિરાજમાન કર્યા છે. મહારાષ્ટ્રના રસ્તાઓ પર જોવા મળતી ડબલ ડેકર બસ સહિતનો શણગાર કરવામાં આવ્યો છે, ત્યારે ડબલ ડેકર બસમાં કરાયેલી ગણપતિ બાપાની સ્થાપનાએ ઘણા શ્રીજી ભક્તોનું ધ્યાન કેન્દ્રિત કર્યુ છે.

Latest Stories