/connect-gujarat/media/media_files/2025/03/01/ulclKCA7aFJ9YRqaYJ7t.jpg)
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ વિધાનસભામાં આરોગ્ય વિભાગ સંબંધિત CAG રિપોર્ટ રજૂ કર્યો. 7 પાનાના રિપોર્ટમાં જણાવાયું છે કે દિલ્હીમાં આરોગ્ય માળખાનો અભાવ છે.નર્સો અને ડોકટરોની સંખ્યા પૂરતી નથી. મહિલા આરોગ્ય કાર્યક્રમો માટે ભંડોળ ઓછું છે.
એમ્બ્યુલન્સમાં જરૂરી સાધનો નથી. ICUની અછત છે.રિપોર્ટ મુજબ, દિલ્હીમાં ઓછામાં ઓછા 21 મોહલ્લા ક્લિનિકમાં શૌચાલય નથી. હોસ્પિટલોમાં સ્ટાફની અછત છે. મોટા ઓપરેશન માટે દર્દીઓને લાંબો સમય રાહ જોવી પડે છે.આ ઉપરાંત, કોવિડ-19 દરમિયાન કેન્દ્ર સરકારે દિલ્હી સરકારને આપેલી રકમનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. આ રિપોર્ટ પર સોમવારે ગૃહમાં ચર્ચા થશે.દરમિયાન, વિધાનસભામાંથી સસ્પેન્ડ કરાયેલા AAP ધારાસભ્યોએ રાષ્ટ્રપતિને મળવા માટે સમય માંગ્યો છે.