દિલ્હીના સી.એમ.અરવિંદ કેજરીવાલ કોરોના પોઝિટિવ,ટ્વીટ કરી આપી જાણકારી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના થયો છે. તેમણે સવારે 8.11 વાગ્યે ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે.
BY Connect Gujarat4 Jan 2022 4:22 AM GMT

X
Connect Gujarat4 Jan 2022 4:22 AM GMT
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના થયો છે. તેમણે સવારે 8.11 વાગ્યે ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે. તેમણે કહ્યું છે કે મારો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને હળવા લક્ષણો છે. હું ઘરમાં ક્વોરન્ટીન થયો છું. મારા સંપર્કમાં આવેલા લોકો પણ આઈસોલેટ થઈ જાય અને પોતાનો ટેસ્ટ કરાવે.
અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલા જ ઉતરાખંડના દહેરાદૂનમાં હજારો લોકોની હાજરીમાં સભા કરી કરી હતી. તેમણે 3 જાન્યુઆરીએ દહેરાદૂનમાં 'નવ પરિવર્તન સભા' કરી હતી. 2 જાન્યુઆરીના રોજ ઉત્તરપ્રદેશના લખનઉમાં પણ વિશાળ સભાને સંબોધન કર્યું હતુું. 1 જાન્યુઆરીના રોજ અમૃતસરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. 31 તારીખે પંજાબમાં શાંતિ યાત્રામાં હાજરી આપી હતી. જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા.
Next Story