Connect Gujarat
દેશ

દિલ્હી: PM નરેન્દ્ર મોદીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું, વિધિ વિધાન સાથે લોકસભામાં સેંગોલની સ્થાપના કરી

X

PM મોદી દ્વારા કરવામાં આવ્યું નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન

વિધિ વિધાન સાથે ઉદ્ઘાટન કરાયું

સેંગોલની કરવામાં આવી સ્થાપના

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પી.એમ.મોદીએ લોકસભામાં સેંગોલની સ્થાપના કરી હત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હવન અને મંત્રોચ્ચાર સાથે નવી સંસદનું ઉદ્ઘાટન કર્યું છે. પૂજા બાદ તમિલનાડુના મઠોના અધનમે પીએમ મોદીને સેંગોલ સોંપ્યું હતું. વડાપ્રધાને સેંગોલને પ્રણામ કર્યા પછી સંસદમાં સ્પીકરની ખુરશીની બાજુમાં સ્થાપિત કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે સ્પીકર ઓમ બિરલા હાજર હતા.સેંગોલ સ્થાપન પછી, પીએમ મોદીએ સંસદના નિર્માણમાં સામેલ શ્રમ યોગીઓનું સન્માન કર્યું. આ પછી સર્વધર્મ સભા યોજાઈ હતી.નવી સંસદ ભવનનાં ઉદઘાટન માટે હવન-પૂજન શરૂ થઈ ગયા છે. પૂજામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પીકર ઓમ બિરલા હાજર છે. ચેન્નાઈથી આવેલા ધર્મપુરમ અધીનમ મઠના 21 સંતોએ પીએમ મોદીને સેંગોલ સોંપ્યું. વડાપ્રધાને સેંગોલમાં નમન કર્યા અને સંતોના આશીર્વાદ લીધા હતા.આ પછી પીએમ મોદીએ મંત્રોચ્ચાર વચ્ચે સ્પીકરની ખુરશીની બાજુમાં સેંગોલ સ્થાપિત કર્યું. આ પછી તેમણે સંસદના નિર્માણમાં યોગદાન આપનારા શ્રમ યોગીઓનું સન્માન કર્યું. આ પછી સર્વધર્મ સભા યોજાઈ હતી.PM મોદી સવારે 7:30 વાગ્યે સંસદ પહોંચ્યા અને પહેલા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને નમન કર્યા અને પછી પૂજામાં સામેલ થયા હતા.

Next Story