New Update
દિલ્હી પોલીસે ડ્રગ્સના એક મોટા કન્સાઇનમેન્ટને ઝડપી પાડ્યું છે. પોલીસની સ્પેશિયલ સેલે લગભગ 2 હજાર કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કર્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સ્પેશિયલ સેલે અંદાજીત 565 કિલોથી વધુ કોકેઇન ઝડપી પાડ્યું છે. આ મામલે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે,અને આ ડ્રગ્સ દિલ્હીમાં કોના માટે લાવ્યા હતા, તેની ડિલીવરી કોને કરવાની હતી, આ ગેંગ સાથે કોણ કોણ લોકો જોડાયેલા છે તે અંગેની તપાસ પોલીસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર ડ્રગ્સ તસ્કરીનું આ ઇન્ટરનેશનલ કનેકશન હોઈ શકે છે.
Latest Stories