/connect-gujarat/media/media_files/2025/08/21/sbk-singh-2025-08-21-19-12-25.jpg)
મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલ હુમલા બાદ દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે માત્ર 20 દિવસ ફરજ બજાવનાર એસબીકે સિંહ પાસેથી સત્તા લઇ લેવામાં આવી છે. અને તેમના સ્થાને હવે સતીશ ગોલચાની નિયુક્તિ કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કર્યાના 30 કલાકમાં જ SBK Singhને તેમના સ્થાન પરથી હટાવવામાં આવ્યા છે.
ભારતીય પોલીસ સેવાના વરિષ્ઠ અધિકારી સતીશ ગોલચાને નવા પોલીસ કમિશ્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અગાઉ, એસબીકે સિંહને પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. પરંતુ તેઓ ફક્ત 20 દિવસ માટે કમિશનર પદ સંભાળી શક્યા હતા. મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલાના 30 કલાકની અંદર તેમને દૂર કરવામાં આવ્યા. હાલમાં દિલ્હીના ડિરેક્ટર જનરલ તરીકે તૈનાત આઇપીએસ સતીશ ગોલચાને ચાર્જ સંભાળ્યાની તારીખથી આગામી આદેશ સુધી દિલ્હીના પોલીસ કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સતીશ ગોલચા 1992 બેચના ભારતીય પોલીસ સેવા અધિકારી છે. આ પહેલા 31 જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વરિષ્ઠ ભારતીય પોલીસ સેવા અધિકારી એસબીકે સિંહને દિલ્હી પોલીસના નવા કમિશનર તરીકે નિયુક્ત કર્યા હતા. એસબીકે સિંહ 1988 બેચના અધિકારી છે અને તેમને 1 ઓગસ્ટથી દિલ્હી પોલીસ કમિશનરનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો હતો.