આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં વિનાશક પુર, 2 લાખથી વધુ લોકો પ્રભાવિત

Featured | સમાચારમ આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગત સપ્તાહથી પડી રહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિ વિકટ બની છે. ભારે વરસાદની સાથે-સાથે ડેમોમાંથી છોડવામાં આવતા પાણી

આંધ્રપ્રદેશ
New Update

આંધ્રપ્રદેશ અને તેલંગાણામાં ગત સપ્તાહથી પડી રહેલા વરસાદને કારણે પૂરની સ્થિતિ વિકટ બની છે. ભારે વરસાદની સાથે-સાથે ડેમોમાંથી છોડવામાં આવતા પાણી આફત બન્યું છે. સૌથી ગંભીર સ્થિતિ વિજયવાડાની છે, જે 20 વર્ષના સૌથી ભીષણ પૂરનો સામનો કરી રહ્યું છે. પૂરનું કારણ બુડામેરુ નદી છે.

આ નદી વિજયવાડા માટે શોકજન્ય છે, કારણ તેના લીધે ઘણી વખત આફતનો સામનો કરવો પડ્યો છે.બુડામેરુ નદીના પૂરના લીધે વિજયવાડાના અડધાથી વધુ વિસ્તારોમાં જનજીવન ખોરવાયું છે અને 2.75 લાખથી વધુ લોકો ડૂબેલાં ઘરોમાં ફસાયેલાં છે. બુડામેરુ નદી આંધ્રપ્રદેશ અને તેલંગાણાની સરહદે સ્થિતિ ખમ્મર જિલ્લામાંથી નીકળે છે. આ નદી એનટીઆરના માયલાવારમ વિધાનસભા વિસ્તારમાંથી પસાર થાય છે.

#Andhra Pradesh #Devastating #Telangana #flood
Here are a few more articles:
Read the Next Article