શું તમે જાણો છે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનું ધ્વજવંદન અલગ હોય છે? જો ના.. તો ચાલો જાણીએ....

શું તમે જાણો છે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીનું ધ્વજવંદન અલગ હોય છે? જો ના.. તો ચાલો જાણીએ....
New Update

દર વર્ષે 15મી ઓગસ્ટના દિવસે દેશભરમાં સ્વતંત્રતા દિનની ઉજવણી કરવામાં આવે છે. જ્યારે 26મી જાન્યુઆરી એટલે ગણતંત્ર દિવસ, પ્રજાસત્તાક દિન તરીકે ઉજવીએ છીએ. આખા દેશમાં અલગ અલગ જગ્યાએ ધ્વજવંદન કરવામાં આવે છે. પણ તમે ક્યારેય નોંધ્યું કે ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસ પર ધ્વજવંદન ફરકાવવાનો પ્રકાર અલગ હોય છે. 15મો ઓગસ્ટે આપણા દેશને આખડી મળી હતી. જ્યારે 26મી જાન્યુયારી 1950ના રોજ ભારતના હાથમાં સત્તા સોંપાઈ હતી અને બંધારણ અમલમાં આવ્યું હતું. વર્ષમાં આ બંને તહેવારો પર દેશભરમાં ધ્વજવંદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવે છે. ત્યારે બંનેમાં થોડો ફરક છે. ત્યારે આવા જ 3 તફાવત આજે તમને જણાવીએ...

પહેલો તફાવત

· નવી દિલ્હીમાં આયોજિત થનારા વિશેષ કાર્યક્રમમાં 26મી જાન્યુયારીના રોજ દેશના રાષ્ટ્રપટ ધ્વજ ફરકાવે છે, જ્યારે 15મી ઓગસ્ટના રોજ ધ્વજારોહણ દેશના પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવે છે.

બીજો તફાવત

· 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બંને મુખ્ય કાર્યાલય નવી દિલ્હીમાં આયોજિત થાય છે. પરંતુ જ્ગ્યા અલગ અલગ હોય છે. 26 જાન્યુયારીએ ધ્વજારોહણ રાજપથ ખાતે કરવામાં આવે છે. જ્યારે 15મી ઓગસ્ટે લાલ કિલ્લા પર ધ્વજારોહણ કરવામાં આવે છે.

ત્રીજો તફાવત

· આ અંતર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવાના પ્રકારમાં છે. 15 ઓગસ્ટે ત્રિરંગાને ઉપર તરફ ખેંચીને ફરકાવવામાં આવે છે. તેને ધ્વજારોહણ કહેવામા આવે છે. જ્યારે 26મી જાન્યુયારીએ ઝંડો ઉપરથી જ બાંધેલો હોય છે. તેને ત્યાથી ખોલીને ફરકાવવામાં આવે છે. જેને માત્ર ધ્વજ ફરકવવો જ કહેવાય છે.

રાષ્ટ્રપતિ જ કેમ ફરકાવે છે ધ્વજ?

· રાષ્ટ્રપતિ દેશના બંધારણના પ્રમુખ છે અને પ્રધાનમંત્રી રાજકીય. ભારતનું બંધારણ 26મી જાન્યુઆરી 1950ના રોજ લાગુ કરવામાં આવ્યું હતું. જેના માનમાં આ દિવસને ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે દેશને પોતાના પહેલા રાષ્ટ્રપતિ પણ મળ્યા હતા. ડો. રાજેન્દ્ર પ્રસાદે આ દિવસે રાષ્ટ્રપતિના રૂપમાં કાર્યભાર સંભાડ્યો હતો. જેના કારણે 26મી જાન્યુયારીના રોજ રાષ્ટ્રપતિ ધ્વજ ફરકાવે છે.

#India #Connect Gujarat #BeyondJustNews #flag hoisting #Independence Day #August 15th #January 26th
Here are a few more articles:
Read the Next Article