સંઘપ્રદેશ દમણમાં વિકાસના કામ વેળા પાણીની લાઈનમાં સર્જાયું ભંગાણ, હજારો લીટર પાણી વેડફાયું..!

સંઘપ્રદેશ દમણમાં ચાલી રહેલા વિકાસના કામ દરમ્યાન પાણીની લાઈનમાં ભંગાણ પડતાં હજારો લીટર પાણીનો બગાડ થયો હોવાનું સામે આવ્યું છે.

New Update

સંઘપ્રદેશ દમણમાં છેલ્લા ઘણા સમયથી નાની દમણના મશાલ ચોકથી તીન બત્તી સકર્લ સુધી રોડના નવીનીકરણ અને ડ્રેનેજ લાઈનની સાથે વરસાદી પાણીની ગટર લાઈન નાખવાના કાર્યો ચાલી રહ્યા છે, ત્યારે ગતરોજ મશાલ ચોક પાસે વિકાસના કામોના ઉપયોગમાં લેવામાં આવેલ JCB મશીન જે જુના રસ્તાને ખોદવાનું કામ કરી રહ્યું હતું. ત્યારે JCBનો પાવડો રસ્તાની નીચેથી પસાર થતી પીવાના પાણીની મુખ્ય લાઈનમાં લાગી જતાં પાણીના ફુવારા છેક ઉંચે સુધી ઊડવાના શરૂ થયા હતા. જેને લઇ સમગ્ર રસ્તા પર હજ્જારો લિટર પીવાનું પાણી વહી જવા પામ્યું હતું. જોકે, પાણીના થઈ રહેલા વ્યયને જોતા સંબંધિત તંત્ર તુરંત હરકતમાં આવી જગ્યા સ્થળ પર આવી ભંગાણ પડેલી લાઈનનું જરૂરી મરમ્મત કાર્ય હાથ ધર્યું હતું.

Latest Stories