Connect Gujarat
દેશ

પીએમ મોદીને મળેલ ગિફ્ટનું આજથી ઇ ઓક્શન, 1200થી વધુ આઇકોનિક સ્મૃતિઓનું ઓક્શન 2જી ઓક્ટોબર સુધી ચાલશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેંટનું ઈ-ઓક્શન આજથી શરૂ થઈ ગયું છે. આજે પીએમ મોદીનો પણ જન્મદિવસ છે.

પીએમ મોદીને મળેલ ગિફ્ટનું આજથી ઇ ઓક્શન, 1200થી વધુ આઇકોનિક સ્મૃતિઓનું ઓક્શન 2જી ઓક્ટોબર સુધી ચાલશે
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળેલી ભેંટનું ઈ-ઓક્શન આજથી શરૂ થઈ ગયું છે. આજે પીએમ મોદીનો પણ જન્મદિવસ છે. આ પ્રસંગે સ્મૃતિચિહ્નો અને ભેંટ વગેરેનું ઈ-ઓક્શન વેબસાઈટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. પીએમ મોદીને મળેલા 1200 થી વધુ આઇકોનિક અને યાદગાર સ્મૃતિઓનું આ ઇ-ઓક્શન 2 ઓક્ટોબર સુધી ચાલશે. સંસ્કૃતિ મંત્રાલય પીએમ મોદીની ભેંટોનું ચોથા ઈ-ઓક્શન નું આયોજન કરી રહ્યું છે.2019માં આ વસ્તુઓને ખુલ્લી હરાજી દ્વારા લોકો માટે મૂકવામાં આવી હતી. તે સમયે હરાજીના પ્રથમ રાઉન્ડમાં 1805 ભેટો રજૂ કરવામાં આવી હતી અને બીજા રાઉન્ડમાં 2772 ભેંટો મૂકવામાં આવી હતી.

2021માં પણ પીએમ મોદીને મળેલી ભેટોનું ઈ-ઓક્શન કરવામાં આવ્યું હતું. તે વખતે વેબસાઇટ દ્વારા 1348 ભેટ વેબસાઈટ પર ઈ-ઓક્શન માટે મુકવામાં આવી હતી. જે ભેટ ઇ ઓક્શનમાં રજૂ કરાઇ છે તેને દિલ્હી નેશનલ મ્યુઝિયમ ઓફ મોર્ડન આર્ટ ખાતે પ્રદર્શિત કરવામાં આવી છે.પીએમ મોદીને મળેલા અદભૂત ચિત્રો, શિલ્પો, હસ્તકલા અને લોક કલાકૃતિઓનો ઈ-ઓક્શન માં સમાવેશ કરવામાં આવ્યો છે. આમાંની ઘણી વસ્તુઓ પરંપરાગત રીતે પીએમ મોદીને ભેટમાં આપવામાં આવી હતી, જેમાં પરંપરાગત અંગવસ્ત્રો, શાલ, પાઘડી-ટોપી, ધાર્મિક તલવાર નો સમાવેશ થાય છે. અયોધ્યામાં શ્રી રામ મંદિર અને વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરની પ્રતિકૃતી પણ અન્ય આકર્ષક સંભારણુંમાં સામેલ કરવામાં આવી છે. પીએમ મોદીને મળેલી ભેટની ઈ-ઓક્શન પીએમ મેમેન્ટો વેબસાઇટ દ્વારા કરવામાં આવી રહી છે.

Next Story