Connect Gujarat
દેશ

દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોની ધરા ધણધણી, લોકોમાં ફેલાયો ડરનો માહોલ...

અચાનક ધરતીકંપના આંચકાના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. ભૂકંપ આવવાનો સમય બપોરે 2.53 વાગ્યાનો હતો

દિલ્હી સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોની ધરા ધણધણી, લોકોમાં ફેલાયો ડરનો માહોલ...
X

નેશનલ સેન્ટર ઓફ સિસ્મોલોજી અનુસાર, મંગળવારે દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપ મંગળવારે બપોરે 2:25 વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર નેપાળમાં હતું. તેની ઊંડાઈ પૃથ્વીની સપાટીથી 10 કિમી હતી. અચાનક ધરતીકંપના આંચકાના કારણે લોકો ભયભીત થઈ ગયા હતા. ભૂકંપ આવવાનો સમય બપોરે 2.53 વાગ્યાનો હતો. ઉત્તરાખંડમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. દિલ્હીમાં ભૂકંપની તીવ્રતા 4.6 માપવામાં આવી છે. ભૂકંપના અચાનક આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.

Next Story