/connect-gujarat/media/media_files/2025/03/10/LjMppoOBCZloAsa1inTM.jpg)
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ આજે (10 માર્ચ) વહેલી સવારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડો ભિલાઈમાં તેમના નિવાસ સ્થાને પાડવામાં આવ્યો હતો. આ સહિત છત્તીસગઢમાં કુલ 14 સ્થળો પર EDના દરોડા ચાલુ છે. આ કાર્યવાહી કથિત આર્થિક અનિયમિતતા અને મની લોન્ડરિંગ સંબંધિત મામલાઓને લઈને કરવામાં આવી રહી છે. તેની કડીઓ દારૂના કૌભાંડ સાથે પણ જોડાયેલી હોવાનું કહેવાય છે.
ચૈતન્ય બઘેલનો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. ખેતરના વચ્ચે પણ ઘણી તેમની તસીવરો સામે આવે છે. જે દર્શાવે છે કે તેને ખેતી પણ પસંદ છે. ચૈતન્યના લગ્ન ત્રણ વર્ષ પહેલા જ થયા હતા. તેમની પત્ની ખ્યાતી પણ ખેડૂત પરિવાર સાથે સંબંધ ધરાવે છે.