Connect Gujarat
દેશ

એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદના શપથ લીધા, દેવેન્દ્ર ફડણવીસ બન્યા ડેપ્યુટી સીએમ

એકનાથ શિંદેએ મહારાષ્ટ્રના સી.એમ.તરીકે લીધા શપથ, ભાજપે સમર્થન જાહેર કર્યું

X

એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બન્યા છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ તેમને સીએમ પદના શપથ અપાવ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ પણ સરકારમાં સામેલ થયા છે. રાજ્યપાલે દેવેન્દ્ર ફડણવીસને ઉપમુખ્યમંત્રી પદના શપથ અપાવ્યા છે.

મહારાષ્ટ્રના રાજકીય ડ્રામાની વાત કરીએ તો છેલ્લાં કેટલાક દિવસોથી મહાવિકાસ અધાડી સરકારને પાડવાની આશંકા કરવામાં આવતી હતી. આમ તો ઉદ્ધવ ઠાકરેએ બુધવારે જ રાજીનામું આપી દીધું છે પરંતુ તેમની સરકાર તો થોડા દિવસ પહેલેથી જ અલ્પમતમાં આવી ગઈ હતી ત્યાર બાદ આજે મહારાષ્ટ્રની રાજનીતિમાં નવા સમીકરણો બહાર આવ્યા હતા.

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ શપથ ગ્રહણ કર્યા સાથેજ દેવેન્દ્ર ફડણવીસે ઉપ મુખ્યમંત્રી પદના સપથ ગ્રહણ કર્યા તેઓને ભાજપે સમર્થન આપ્યું હતું. આ બાબતે શપથ ગ્રહણ અગાઉ એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસની પ્રેસ કોન્ફરન્સ યોજાય હતી જેમાં આ મહતવણી જાહેરાત કરવામાં આવી હતી. રાજયપાલ ભગતસિંહ કોસીયારીએ એકનાથ શિંદેને શપથ ગ્રહણ કરાવ્યા હતા ત્યારથી મહારાષ્ટ્રની રાજનીતિમાં નવા અધ્યાયનો પ્રારંભ થયો છે

Next Story