/connect-gujarat/media/media_files/o59xwCfpaL4GoZg3Dszv.jpg)
દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર, ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.
ચૂંટણી પંચની જાહેરાત મુજબ મહારાષ્ટ્રમાં20મી નવેમ્બરે મતદાન યોજાશે અને23મી નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. જ્યારે ઝારખંડમાં બે તબક્કામાં13 અને20 નવેમ્બરે મતદાન યોજાશે અને23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે.
આ તબક્કે 48 વિધાનસભાઅને2 લોકસભા બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.13 નવેમ્બરે47 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.લોકસભાની બે બેઠકો માટે20 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. આ બે લોકસભા બેઠકો કેરળની વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદેડમાં પેટાચૂંટણી યોજાશે. જ્યારે ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાશે.