મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીની તારીખ જાહેર કરતું ચૂંટણી પંચ

ચૂંટણી પંચની જાહેરાત મુજબ મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન યોજાશે અને 23મી નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. જ્યારે ઝારખંડમાં બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરે મતદાન યોજાશે

Election Commition Press Conforence
New Update

દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુની ઉપસ્થિતિમાં મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.

ચૂંટણી પંચની જાહેરાત મુજબ મહારાષ્ટ્રમાં 20મી નવેમ્બરે મતદાન યોજાશે અને 23મી નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. જ્યારે ઝારખંડમાં બે તબક્કામાં 13 અને 20 નવેમ્બરે મતદાન યોજાશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર કરાશે. 

આ તબક્કે 48 વિધાનસભા અને લોકસભા બેઠકો માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.13 નવેમ્બરે 47 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.લોકસભાની બે બેઠકો માટે 20 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. આ બે લોકસભા બેઠકો કેરળની વાયનાડ અને મહારાષ્ટ્રની નાંદેડમાં પેટાચૂંટણી યોજાશે. જ્યારે ગુજરાતની વાવ વિધાનસભા બેઠક પર પણ પેટાચૂંટણી યોજાશે.

#politics news #Central Election Commission #વિધાનસભાની ચૂંટણી #Maharashtra Assembly Election #Jharkhand Assembly Election
Here are a few more articles:
Read the Next Article