Connect Gujarat
દેશ

"વિસ્તરણ" : મોદી સરકારના નવા પ્રધાનોનું સર્વાર્થસિદ્ધયોગમાં શપથ ગ્રહણ કરવાનું મુહુર્ત નક્કી..!

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 7મી જુલાઈ એટલે કે, બુધવારના રોજ પોતાની કેબિનેટનું વિસ્તરણ કરવા જઈ રહ્યા છે.

વિસ્તરણ : મોદી સરકારના નવા પ્રધાનોનું સર્વાર્થસિદ્ધયોગમાં શપથ ગ્રહણ કરવાનું મુહુર્ત નક્કી..!
X

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા. 7મી જુલાઈ એટલે કે, બુધવારના રોજ પોતાની કેબિનેટનું વિસ્તરણ કરવા જઈ રહ્યા છે. દરેક મોટું કાર્ય શુભ મુહુર્ત પર કરનાર મોદી સરકારના નવા પ્રધાનોના શપથ ગ્રહણ માટેનું પણ મુહુર્ત નક્કી કરી લીધું છે, ત્યારે સાંજે 5:30થી 6:30 કલાક દરમ્યાન સર્વાર્થ સિદ્ધ યોગ બની રહ્યો છે. તેમા કરવામાં આવેલા કોઈપણ કાર્ય સફળ થાય છે. તેવામાં શપથ લેવામાં આવે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

સરકારી સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની કેબિનેટ માટે 25થી વધારે દલીત, આદિવાસી, OBC વર્ગ અને પછાત ક્ષેત્રોના જમીની સ્તરે જોડાયેલા નેતાઓની પસંદગી કરી છે. ખૂબ જ સંશોધન અને વિચાર કર્યાં બાદ નવા મંત્રીઓના નામ પણ નક્કી કરવામાં આવ્યા છે. મોદી સરકાર માટે આ વિસ્તરણ ખૂબ જ જરૂરી છે, ત્યારે સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. તો સાથે જ નવા મંત્રીઓને તેમના મંત્રાલયોને લગતી બાબતો જોવા માટે યોગ્ય સમયની પણ જરૂર પડશે. આ ઉપરાંત આ કેબિનેટ વિસ્તરણનું પણ અન્ય એક કારણ છે, ત્યારે આજે બુધવારની સાંજે 5:30થી 6:30 કલાક દરમ્યાન સર્વાર્થ સિદ્ધ યોગમાં મોદી સરકારના નવા પ્રધાનો દ્વારા શપથ લેવામાં આવે તેવું જાણવા મળી રહ્યું છે.

Next Story
Share it