Connect Gujarat
દેશ

BS-6 એન્જિનમાં બહારની CNG કિટને મંજૂરી,ટુકમાં નોંધણી શરૂ કરાશે

હવે કારના બીએસ-6 એન્જિનમાં ખરીદનારાઓ બહારથી પણ સીએનજી કિટ ફિટ કરાવીને તેનું આરટીઓમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે.

BS-6 એન્જિનમાં બહારની CNG કિટને મંજૂરી,ટુકમાં નોંધણી શરૂ કરાશે
X

હવે કારના બીએસ-6 એન્જિનમાં ખરીદનારાઓ બહારથી પણ સીએનજી કિટ ફિટ કરાવીને તેનું આરટીઓમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. બીએસ-6 એન્જિનમાં સીએનજી કિટ મુદ્દે અઠવાડિયા અગાઉ જ કેન્દ્ર સરકારના ટ્રાન્સ્પોર્ટ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.આ અંગે આરટીઓમાંથી મળતી માહિતી પ્રમાણે, હવાનું પ્રદૂષણ અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા બીએસ-4 એન્જિનને બંધ કરાવી દઇને બીએસ-6 એન્જિન શરૂ કરાયાં હતાં. બીએસ-6 એન્જિનવાળી ગાડીઓમાં ડાયરેક્ટ જ કંપનીમાંથી ફિટ થયેલી સીએનજી કિટ આવતી હતી. જો કે, વાહન ધારકો બહારથી સીએનજી કિટ ફિટ કરાવી શકતા ન હતા. આ માટે 2019 બાદ વારંવાર સીએનજી કિટ વેચતા વેપારીઓએ રજૂઆત કરીને બીએસ-6 એન્જિનમાં પણ સીએનજી કિટને ફિટ કરવાની મંજૂરી માંગી હતી. અઠવાડિયા અગાઉ કેન્દ્ર સરકારે આ અંગે મંજૂરી આપી હતી. સરકારે કેટલીક કંપનીના મોડલોની જાહેરાત કરી હતી. લિમિટેડ મોડલમાં જ આ મંજૂરી અપાઇ છે, જેથી આગામી દિવસોમાં આરટીઓમાં નોંધણી થઇ શકશે.

Next Story