New Update
/connect-gujarat/media/post_banners/b1c3b27fc05d4a26a38447cb5b400c10f0529f8e9983d869aba4a308e931b781.webp)
અનુરાધા પૌડવાલ બીજેપીમાં જોડાયા ફેમસ સિંગર અનુરાધા પૌડવાલની રાજકીય ઇનિંગ આજથી શરૂ થઈ છે. અનુરાધા પૌડવાલ આજે ભાજપમાં જોડાયા છે. તે એવા સમયે ભાજપમાં જોડાયા છે જ્યારે ચૂંટણી પંચ ટૂંક સમયમાં લોકસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે.
ચૂંટણી પંચ આજે કેટલાક રાજ્યોની વિધાનસભા ચૂંટણીની સાથે સામાન્ય ચૂંટણીની તારીખોની પણ જાહેરાત કરી શકે છે.
અનુરાધા ભાજપમાં જોડાવા અંગે ગાયિકા અનુરાધા પૌડવાલે કહ્યું કે મને ખુશી છે કે હું સનાતન ધર્મ સાથે ઊંડો સંબંધ ધરાવતી પાર્ટીમાં જોડાઈ રહી છું. આજે હું ભાજપમાં જોડાઈ રહી છું એ મારું સૌભાગ્ય છે.
અનુરાધા પૌડવાલ 90ના દાયકાના હિટ સિંગર છે. તેના ભક્તિ ગીતો માટે ખૂબ જ પ્રખ્યાત છે અને તે સમયે તેની લોકપ્રિયતા બહુ હતી.
Latest Stories