Connect Gujarat
દેશ

મુંબઈ-પૂણે નેશનલ હાઇવે પર સાત વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 11 લોકો ઘાયલ

એક્સપ્રેસ વેના ખોપોલી એક્ઝિટ પાસે આ અક્સમાત થયો અને તેના કારણે લાંબો ટ્રાફિક જામ થઈ ગયો.

મુંબઈ-પૂણે નેશનલ હાઇવે પર સાત વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 11 લોકો ઘાયલ
X

આ અકસ્માત પુણેથી મુંબઈ જનારી લેનમાં થયો છે જેમાં લગભગ 11 લોકો ઘાયલ થયા છે. કેટલાક લોકોની સ્થિતિ ગંભીર પણ છે. આ અકસ્માતના કારણે પુણેથી મુંબઈ જતો ટ્રાફિક હાલ અટકેલો છે. મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર ભીષણ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 7થી 8 ગાડીઓ પરસ્પર ટકરાઈ હતી. રિપોર્ટ્સ મુજબ એક ટ્રક બેકાબૂ થવાના કારણે આ અકસ્માત થયો. આ અકસ્માત એટલો મોટો હતો તેનો અંદાજો તસવીરોથી લગાવી શકાય છે. જેમાં ગાડીઓના ફૂરચા ઉડી ગયા. એક્સપ્રેસ વેના ખોપોલી એક્ઝિટ પાસે આ અક્સમાત થયો અને તેના કારણે લાંબો ટ્રાફિક જામ થઈ ગયો.

હાલ રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. એક્સપ્રેસ વે પર તૈનાત પોલીસ અને બચાવ દળની ટુકડી તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ અકસ્માત પુણેથી મુંબઈ જનારી લેનમાં થયો છે જેમાં લગભગ 11 લોકો ઘાયલ થયા છે. કેટલાક લોકોની સ્થિતિ ગંભીર પણ છે. આ અકસ્માતના કારણે પુણેથી મુંબઈ જતો ટ્રાફિક હાલ અટકેલો છે. આ અકસ્માતની પાછળ બેકાબૂ થયેલો ટ્રક કારણભૂત મનાય છે. પરંતુ હજુ તેની પુષ્ટિ થઈ નથી. પ્રશાસનનું કહેવું છે કે આ ઘટનાની તપાસ ચાલુ છે અને ત્યારબાદ જ જાણકારી આપવામાં આવશે. આ અકસ્માત એટલો ભીષણ હતો કે કાર ટકરાયા બાદ ટ્રક ઉપર ચડી ગઈ.

Next Story