Mumbai-Pune એક્સપ્રેસ-વે પર ભયંકર અકસ્માત, બેકાબૂ ટ્રેલરે 20 ગાડીને મારી ટક્કર

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. એક ટ્રેલર બેકાબૂ બનતા આ મોટો અકસ્માત સર્જાયો છે. ટ્રેલરની બ્રેક ફેઈલ થયા બાદ આ દુર્ઘટનામાં 20 ગાડીઓને ટક્કર મારી છે.

New Update
WhatsApp Image 2025-07-27 at 4.33.38 PM

મુંબઈ-પુણે એક્સપ્રેસ વે પર મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. એક ટ્રેલર બેકાબૂ બનતા આ મોટો અકસ્માત સર્જાયો છે. ટ્રેલરની બ્રેક ફેઈલ થયા બાદ આ દુર્ઘટનામાં 20 ગાડીઓને ટક્કર મારી છે. દુર્ઘટના બાદ એક્સપ્રેસ હાઈવે પર ભારે ટ્રાફિકજામ થવા લાગ્યો છે. મોટા અકસ્માતના કારણે વાહનોની 5 કિલોમીટર લાંબી લાઈનો લાગી છે.

ટ્રેલરની ટક્કર એટલી ભયંકર હતી કે લગભગ 3 ગાડીઓ પુરી રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે. ત્યારે અન્ય ગાડીઓને ભારે નુસાકન પહોંચ્યું છે અને ઘણા મુસાફરો ગંભીર રીતે ઘાયલ પણ થયા હોવાની જાણકારી મળી રહી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે અને 15થી વધુ લોકો ઘાયલ પણ થયા છે. ઉલ્લેખનીય છે કે આ રોડ પરથી પ્રતિ દિવસ લગભગ 2 લાખથી વધારે વાહનો પસાર થાય છે.

તમને જણાવી દઈએ કે મુંબઈ-પુણે એક્સપ્રેસ-વે સૌથી વ્યવસ્ત હાઈવે પૈકીનો એક છે. વીકેન્ડ હોવાના કારણે રોડ પર ભારે ટ્રાફિક હતો અને તેની વચ્ચે આ દુર્ઘટના બનવાના કારણે ગાડીઓની લાંબી લાઈનો લાગી છે. ખોપોલી વિસ્તારમાં આ દુર્ઘટના બની છે.

મળતી માહિતી મુજબ નવી બનેલી સુરંગની પાસે લગભગ 20 ગાડીઓને બેકાબૂ ટ્રેલરે ટક્કર મારી. આ દુર્ઘટના નવી સુરંગ અને ફૂડમોલ હોટલની વચ્ચે બની. અકસ્માતની ઘટના બન્યા બાદ આ રોડ પર ભારે ટ્રાફિકજામ સર્જાયો છે અને દુર્ઘટના બાદ ફસાયેલા લોકોને પોતાના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં પોલીસ વ્યવસ્થા કરી રહી છે. હાલમાં ખોપોલી પોલીસ અને સ્થાનિક તંત્ર અને બચાવ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ચૂકી છે. 

આ અંગે મળતી વધુ માહિતી પ્રમાણે એક્સપ્રેસ વે પરથી દરરોજ બે લાખથી વધુ વાહનો પસાર થાય છે. તેમા પણ વીક એન્ડમાં જ્યારે પ્રવાસીઓ ચોમાસા અને ધોધનો આનંદ માણવા માટે લોનાવલા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ સમય દરમિયાન મુંબઈથી ઘણા પ્રવાસીઓ સાંજે શહેર તરફ પરત ફરી રહ્યા હતા જેના કારણે લાંબો ટ્રાફિક જામ થયો હતો.

accident | Fatal Accidents | Mumbai-Pune Expressway 

Latest Stories