નોઈડાની ફેક્ટરીમાં ભીષણ આગ, દૂર સુધી જોવા મળ્યો કાળો ધુમાડો, આસપાસના લોકોમાં નાસભાગ

નોઈડાના સેક્ટર-3માં શુક્રવારે બપોરે એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ બપોરે 3.30 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી.

નોઈડાની ફેક્ટરીમાં ભીષણ આગ, દૂર સુધી જોવા મળ્યો કાળો ધુમાડો, આસપાસના લોકોમાં નાસભાગ
New Update

નોઈડાના સેક્ટર-3માં શુક્રવારે બપોરે એક ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આગ બપોરે 3.30 વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. આગ એટલી ભયાનક હતી કે, તેના ધુમાડા કેટલાય કિલોમીટર દૂર સુધી જોવા મળ્યા હતા.

નોઇડામાં આગ લાગવાની ઘટના સેક્ટર-3 અને સેક્ટર-2 ફાયર સ્ટેશનમાં ટી સિરીઝ ઈન્ટરસેક્શન વચ્ચે બની હતી. આ સમાચાર લખાય ત્યાં સુધી ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ન હતી. આગની જ્વાળાઓ એટલી ભીષણ હતી કે, કેટલાય કિલોમીટર દૂર સુધી આકાશમાં ધૂમડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. આગ લાગતા જ ફેક્ટરીમાં અને આસપાસના લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં કોઈ ફસાયું છે કે, કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. સાથે જ આગ લાગવાનું કારણ પણ હજુ સુધી જાણી શકાયું નથી. અત્રે નોંધનીય છે કે, આગ લાગવાની ઘટના હમણાં જ બની છે. પોલીસ કે, ફાયર ફાઈટર હજુ સુધી ઘટનાસ્થળે પહોંચી શક્યા નથી. આ સમાચારમાં અમે સતત અપડેટ આપતા રહીશું...

#Connect Gujarat #BeyondJustNews #Delhi #Fierce fire #Fire Broke out #Company #Noida
Here are a few more articles:
Read the Next Article