જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કરવાની પાંચમી વર્ષગાંઠ

કલમ 370 હટાવવાની 5મી વર્ષગાંઠ પર જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે.

New Update
Artical 370

જમ્મુ અને કાશ્મીર માંથીવર્ષ પહેલાઓગસ્ટ2019ના રોજ મોદી સરકાર દ્વારાકલમ 370 હટાવવામાં આવી હતી. કલમ370 હટાવવાની5મી વર્ષગાંઠ પર જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમરનાથ યાત્રાને રોકી દેવામાં આવી છે. ગયા વર્ષે પણ સુરક્ષાના દૃષ્ટિકોણથી આ પગલું લેવામાં આવ્યું હતું અને જમ્મુ થી અમરનાથ ગુફામાં શ્રદ્ધાળુઓને મોકલવામાં આવ્યા ન હતા.

જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ370 નાબૂદ કરવાની પાંચમી વર્ષગાંઠ પર સાવચેતીના પગલા તરીકે અમરનાથ યાત્રીઓના કોઈ નવા જથ્થાને જમ્મુના ભગવતી નગર બેઝ કેમ્પથી કાશ્મીર જવાની મંજૂરી આપવામાં આવી નથી,આ વર્ષે અમરનાથ યાત્રા 29 જૂને શરૂ થઈ હતી અને19 ઓગસ્ટે રક્ષાબંધનના દિવસે સમાપ્ત થશે.

દક્ષિણ કાશ્મીર હિમાલયમાં3,880 મીટરની ઉંચાઈ પર સ્થિત બાબા બર્ફાનીના પવિત્ર ગુફા મંદિરની અત્યાર સુધીમાંલાખ90 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ મુલાકાત લીધી છે. 
દરમિયાન ભારતીય જનતા પાર્ટી દ્વારા જમ્મુ-કાશ્મીરમાં કલમ370 નાબૂદ કરવાની5મી વર્ષગાંઠની ઉજવણી કરી છે.

#Connect Gujarat #Jammu and Kashmir #જમ્મુ કાશ્મીર #કલમ 370 #Artical 370
Latest Stories