ભારતના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે 98મી જન્મજયંતિ છે, જેને ભાજપ ગુડ ગવર્નેંસ ડે તરીકે ઉજવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૂર્વ પીએમની સમાધી 'સદૈવ અટલ' પહોંચીને તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ હાજર રહ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત અન્ય મંત્રી અને નેતા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રીય રાજધાનીમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહેલા રાહુલ ગાંધી પણ અટલ બિહારી વાજપેયીની સમાધી પર જઈને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ભાજપે તમામ બૂથ પર અટલ જયંતિને વ્યાપક સ્તર પર મનાવાનો નિર્ણય લીધો છે. જેમાં પૂર્વ પ્રધાનમંત્રીની કવિતાઓ પર આધારિત કાવ્યાંજલિ કાર્યક્રમ પણ આયોજીત થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનું આજે પ્રસારણ થશે.
ભાજપના વરિષ્ઠ નેતા, મંત્રી, સાંસદ અને ધારાસભ્ય પોત-પોતાના વિસ્તારમાં જનતા વચ્ચે રહીને પીએમ મોદીના મન કી બાત કાર્યક્રમ સાંભળશે. ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર અટલ જયંતિ અવસર પર 'સંકલ્પ અટલ, હર ઘર નલ જલ' અભિયાન અંતર્ગત રાજ્યના 98000 ઘરોને નલ કનેક્શનની ગિફ્ટ આપશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પૂર્વ પ્રધાનમંત્રીની 98મી જયંતિ પર તેમને શ્રદ્ધાંજિલ પણ અર્પણ કરી છે. તેમણે ટ્વિટ કર્યું, મૂલ્યો તથા આદર્શોની રાજનીતિના સાધક, પ્રખર વક્તા, ઉત્કૃષ્ટ કવિ, પૂર્વ પ્રધાનમંત્રી 'ભારત રત્ન' શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીની જયંતિ પર તેને વિનમ્ર શ્રદ્ધાંજલિ. આપનું ઋષિતુલ્ય જીવન તમામ રાષ્ટ્ર આરાધકો માટે પ્રેરણા છે. આપ તમામને 'સુશાસન દિવસ'ની હાર્દિક શુભકામનાઓ.
અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ ગ્વાલિયરમાં થયો હતો. તેમનું છાત્ર જીવન રાજકીય ગતિવિધિઓમાંથી પસાર થયું. અંગ્રેજી હુકૂમત વિરુદ્ધ 1942ના ભારત છોડો આંદોલનમાં તેમણે ભાગ લીધો હતો અને જેલમાં પણ ગયા હતા. કોલેજ અને શાળાકીય શિક્ષણ ગ્વાલિયરમાંથી પુરુ કર્યું. તેમણે ગ્વાલિયરના વિક્ટોરિયા કોલેજમાંથી સ્નાતક કર્યું. અટલજીએ પોતાના પિતા સાથે કાનપુરના ડીએવી કોલેજમાંથી લોનો અભ્યાસ કર્યો. બંને એક જ ક્લાસમાં ભણતા હતા. અને હોસ્ટેલમાં પણ એક જ રૂમમાં રહેતા હતા. વર્ષ 2018માં 16 ઓગસ્ટે તેમનું નિધન થયું. એક આદર્શ રાજનેતા તરીકે પ્રખ્યાત અટલ બિહારી વાજપેયી પહેલા એવા પ્રધાનમંત્રી હતા, જેમણે 26 રાજકીય પાર્ટીઓ સાથે મળીને સરકાર બનાવી હતી. વર્ષ 2014માં અટલ બિહારી વાજપેયી અને પંડિત મદન મોહન માલવીયજીને મરણોપરાંત ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.