કોલકાતા રેપ-મર્ડર કેસમાં પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને મળ્યા જામીન !

કોલકાતા રેપ-મર્ડર કેસમાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને શુક્રવારે જામીન મળી ગયા છે. જો કે, તેઓ હજુ જેલમાંથી બહાર આવી શકશે નહીં.

New Update
a

કોલકાતા રેપ-મર્ડર કેસમાં આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષને શુક્રવારે જામીન મળી ગયા છે. જો કે, તેઓ હજુ જેલમાંથી બહાર આવી શકશે નહીં. ઘોષને રેપ-મર્ડર કેસમાં પુરાવા સાથે ચેડા કરવાના કેસમાં જામીન મળ્યા છે.

મેડિકલ કોલેજમાં નાણાકીય છેતરપિંડીના કેસમાં ઘોષ હાલ જેલમાં રહેશે. સીબીઆઈ 90 દિવસના નિર્ધારિત સમયગાળા બાદ પણ ચાર્જશીટ દાખલ કરી શકી નહીં. આ કારણોસર સિયાલદાહ કોર્ટે ઘોષને જામીન આપ્યા છે. કોર્ટે આ જ આધાર પર તાલા પોલીસ સ્ટેશનના પૂર્વ ઈન્ચાર્જ અભિજીત મંડલના પણ જામીન મંજૂર કર્યા છે. મંડલ પર કેસની એફઆઈઆર નોંધવામાં વિલંબ કરવાનો આરોપ છે.આ પહેલા 29 નવેમ્બરે કોર્ટે નાણાકીય છેતરપિંડી કેસમાં CBIની ચાર્જશીટ ફગાવી દીધી હતી. સીબીઆઈ પાસે સરકારી કર્મચારી સામે ચાર્જશીટ દાખલ કરવા માટે રાજ્ય સરકારની જરૂરી મંજૂરી નહોતી. આ કારણસર વિશેષ કોર્ટે સીબીઆઈની ચાર્જશીટ સ્વીકારી નહોતી.
Latest Stories