Connect Gujarat
દેશ

મુંબઈ અને ગુજરાતમાંથી રૂ. 120 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું, એર ઈન્ડિયાના ભૂતપૂર્વ પાઈલટ સહિત 6 લોકોની ધરપકડ

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મુંબઈ અને ગુજરાતમાંથી રૂ. 120 કરોડથી વધુની કિંમતનું 60 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે,

મુંબઈ અને ગુજરાતમાંથી રૂ. 120 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું, એર ઈન્ડિયાના ભૂતપૂર્વ પાઈલટ સહિત 6 લોકોની ધરપકડ
X

દેશના મુંબઈ અને ગુજરાત રાજ્યમાંથી રૂપિયા 120 કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું છે, ત્યારે આ મામલે એર ઈન્ડિયાના ભૂતપૂર્વ પાઈલટ સહિત 6 લોકોની ધરપકડ કરી આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે.

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ મુંબઈ અને ગુજરાતમાંથી રૂ. 120 કરોડથી વધુની કિંમતનું 60 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે, અને આ કેસમાં એર ઈન્ડિયાના ભૂતપૂર્વ પાઈલટ સહિત 6 લોકોની ધરપકડ કરાવામાં છે. તે જ સમયે, આજે દિલ્હીના કથિત દારૂ કૌભાંડ કેસમાં EDએ મોટી કાર્યવાહી કરી છે. EDએ દિલ્હી, હૈદરાબાદ અને પંજાબમાં 35 સ્થળો પર દરોડા પાડ્યા છે. પુરાવા એકત્ર કરવા માટે ઇડીએ આ કાર્યવાહી કરી છે.

Next Story