Connect Gujarat
દેશ

ગગનયાન મિશન: 4 અંતરિક્ષયાત્રીઓ સ્પેશ સુધી યાત્રા ખેડવા તૈયાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ફેબ્રુઆરી એટલે કે આજથી કેરળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુના પ્રવાસે જઈ રહ્યા છે

ગગનયાન મિશન: 4 અંતરિક્ષયાત્રીઓ સ્પેશ સુધી યાત્રા ખેડવા તૈયાર
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 ફેબ્રુઆરી એટલે કે આજથી કેરળ, મહારાષ્ટ્ર અને તમિલનાડુના પ્રવાસે જઈ રહ્યા છે. તેઓ 27 ફેબ્રુઆરીએ કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ની મુલાકાત લેશે. ISROના બહુપ્રતીક્ષિત અવકાશ મિશન ગગનયાન માટેની તૈયારીઓની પણ સમીક્ષા કરશે. PM મોદી ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ની ત્રણ નવી સુવિધાઓ પણ રાષ્ટ્રને સમર્પિત કરશે. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે, PM મોદી ગગનયાન કાર્યક્રમના અવકાશયાત્રીઓના નામની પણ જાહેરાત કરશે. જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી.વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર PM મોદી મંગળવારે કેરળના તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC)ની મુલાકાત લેશે. PM મોદી અહીં આશરે રૂ. 1,800 કરોડના મૂલ્યના ત્રણ મહત્વપૂર્ણ અંતરિક્ષ માળખાગત પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ સાથે ભારતના માનવ અવકાશ ઉડાન મિશન 'ગગનયાન'ની પ્રગતિની સમીક્ષા કરશે. એક ખાનગી મીડિયા અનુસાર ભારતે અવકાશમાં મોકલવા માટે 4 અવકાશયાત્રીઓના નામ નક્કી કર્યા છે. જેમના નામ છે પ્રશાંત નાયર, અંગદ પ્રતાપ, અજીત કૃષ્ણન અને ચૌહાણ.

Next Story