બિઝનેસ રિપોર્ટ અનુસાર, છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણી ની સંપત્તિમાં 116 ટકાનો વધારો થયો છે અને કુલ મળીને તેમણે 5,88,500 કરોડ રૂપિયા ઉમેર્યા છે. જો રોજ ની વાત કરીએ તો દરરોજ બિઝનેસમેન અદાણીએ રૂ. 1,612 કરોડની કમાણી કરી છે.એશિયાના સૌથી ધનિક અને વિશ્વના બીજા નંબરના અબજોપતિ ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણી 2022 IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટમાં ટોચ પર છે. હુરુન ઇન્ડિયા રિપોર્ટ અનુસાર છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં જબરદસ્ત વધારો થયો છે. રિપોર્ટ અનુસાર છેલ્લા એક વર્ષમાં અદાણીની સંપત્તિમાં 116 ટકાનો વધારો થયો છે અને કુલ મળીને તેમાં રૂ. 5,88,500 કરોડનો ઉમેરો થયો છે. દૈનિક ધોરણે અદાણીએ રૂ. 1,612 કરોડની કમાણી કરી છે.
રિપોર્ટમાં અદાણીની કુલ સંપત્તિ રૂ. 10,94 ,400 કરોડ આંકવામાં આવી છે છેલ્લા પાંચ વર્ષમાં અદાણી જૂથે એક્વિઝિશન અને ઓર્ગેનિક વૃદ્ધિ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ કારણે, સંપત્તિમાં આશ્ચર્યજનક રીતે 1,440 ટકાનો વધારો થયો છે. ગ્રૂપની 7 કંપની સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ કંપનીઓની વૃદ્ધિ સતત વધી રહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2022 અદાણીની પુષ્કળ સંપત્તિ વૃદ્ધિ માટે હંમેશા યાદ રાખવામાં આવશે. તેઓ એકમાત્ર ભારતીય છે તેમણે રૂ. 1 લાખ કરોડનું માર્કેટ કેપ ધરાવતી એક નહીં પરંતુ સાત કંપનીઓ બનાવી છે.