Connect Gujarat
દેશ

ગુજરાત ATSને મળી મોટી સફળતા,લોરેન્સ બિશ્નોઈ ગેંગના સૂત્રધાર વિજય બિશ્નોઈને દબોચ્યો

રાજસ્થાનના ગેંગસ્ટર રાજુ ઠેહટ ની હત્યા કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. તેણે ઠેહટ ની હત્યા કરીને સનસનાટી મચાવનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ ના સૂત્રધાર વિજય બિશ્નોઈ ને પકડી લીધો છે

ગુજરાત ATSને મળી મોટી સફળતા,લોરેન્સ બિશ્નોઈ ગેંગના સૂત્રધાર વિજય બિશ્નોઈને દબોચ્યો
X

રાજસ્થાનના ગેંગસ્ટર રાજુ ઠેહટ ની હત્યા કેસમાં ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. તેણે ઠેહટ ની હત્યા કરીને સનસનાટી મચાવનાર લોરેન્સ બિશ્નોઈ ગેંગ ના સૂત્રધાર વિજય બિશ્નોઈ ને પકડી લીધો છે. જણાવી દઈએ કે, રોહિત ગોદારા એ રાજુ ઠેહટ ની ગોળી મારીને હત્યા કરી હતી. રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયાર રોહિતને વિજય બિશ્નોઈએ આપ્યું હતું.હત્યા કર્યા બાદ વિજય ગુજરાત ભાગી આવ્યો હતો. રાજસ્થાન પોલીસે ગુજરાત ATSને વિજયની જાણ કરી હતી. તેને માહિતી મળી કે, આરોપી ટ્રકમાં છુપાઈને બીકાનેર જવા રવાના થયો છે. આ પછી તેણે જાળ ફેલાવી વિજયને મહેસાણા નજીક થી પકડી લીધો હતો. ઉલ્લેખનીય છે કે, ગેંગસ્ટર રાજુ ઠેહટની હત્યાનું કાવતરું નવ મહિના પહેલા એપ્રિલમાં લોરેન્સ ગેંગના ગેંગસ્ટર રોહિત ગોદારા દ્વારા ઘડવામાં આવ્યું હતું. તેણે બિકાનેરના લુંકરનસરમાં આ હત્યાકાંડ નું કાવતરું ઘડ્યું હતું આ માટે રોહિતે 10 એપ્રિલ શૂટરને લુંકરનસર બોલાવ્યા હતા. જે બાદ શૂટરને સીકર મોકલવામાં આવ્યા હતા. તેણે શૂટરને કહ્યું હતું કે, તેનું લક્ષ્ય એક મોટા ગુનેગારને મારવાનું હતું. આ શૂટરોમાં હરિયાણાના સતીશ મેઘવાલ અને જતીન કુમ્હાર સહિત એક સગીર નો સમાવેશ થાય છે. રોહિતે તેને સીકરમાં તેના માણસ મનીષ જાટ પાસે મોકલ્યા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મનીષે જ ત્રણેય શૂટરને સી કરની એક કોચિંગ સંસ્થા માં દાખલ કરાવ્યા હતા. આ પછી પૈસા ભરીને પીજી હોસ્ટેલ માં રાખ્યા હતા. હત્યા પહેલા રોહિતે આયોજનબદ્ધ રીતે મનીષને હથિયારો પહોંચાડ્યા હતા.

Next Story