Connect Gujarat
દેશ

હેલીકોપ્ટર ક્રેશ: દુર્ઘટનામાં બચી ગયેલ એક માત્ર ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનું પણ નિધન

તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં 8 ડિસેમ્બરને બુધવારે બપોરે 12:15 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.

હેલીકોપ્ટર ક્રેશ: દુર્ઘટનામાં બચી ગયેલ એક માત્ર ગ્રૂપ કેપ્ટન વરુણ સિંહનું પણ નિધન
X

તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં 8 ડિસેમ્બરને બુધવારે બપોરે 12:15 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં સવાર 14 લોકોમાંથી એકમાત્ર જીવત બચનાર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું આજે નિધન થયું છે. ઈન્ડિયન એર ફોર્સે આ માહિતી આપી છે.આ હેલિકોપ્ટરમાં 14 લોકો સવાર હતા. આ દુર્ઘટનામાં દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) બિપિન રાવત, તેમનાં પત્ની સહિત 13 લોકોનાં મોત થયાં હતા. આ દુર્ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને પહેલા આર્મીની હોસ્પિટલ અને બાદમાં બેંગલુરુ વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આજે સારવાર દરમિયાન તેમણે પણ અંતિમશ્વાસ લીધા હતા. આ હેલિકોપ્ટર સુલુર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું 8 ડિસેમ્બરના રોજ સવારે 11.48 વાગ્યે હેલિકોપ્ટરે ઉડાન ભરી હતી. બપોરે 12.08 વાગ્યે હેલિકોપ્ટરનો નીલગિરીના પહાડો ઉપર વાયુસેના સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદ તે કુન્નુરનાં જંગલોમાં ક્રેશ થઈ ગયું હતું.

Next Story