/connect-gujarat/media/media_files/2024/11/24/U4fGMM79Horz3ZcOWCRZ.jpg)
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં હેમંત સોરેનની જેએમએમની બમ્પર જીત બાદ હવે એ નક્કી થઈ ગયું છે કે હેમંત સોરેન ઝારખંડના નવા સીએમ બનશે અને તેમનો શપથ ગ્રહણ સમારોહ 28મી નવેમ્બરે યોજાશે. હેમંત સોરેને સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને હવે ચૂંટણીમાં જીત બાદ નવા સીએમ તરીકે શપથ લેશે. તમને જણાવી દઈએ કે વિધાનસભાની 81 બેઠકોમાંથી JMMની આગેવાની હેઠળના ઈન્ડિયા ગઠબંધનને 56 બેઠકો મળી છે. આ આંકડો 41ની બહુમતી કરતાં 15 બેઠકો વધુ છે.
ઝારખંડના સીએમ અને જેએમએમના કાર્યકારી પ્રમુખ હેમંત સોરેને કહ્યું છે, "નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ 28 નવેમ્બરે યોજાશે..." તેમણે વધુમાં કહ્યું, "આજે અમે (ઈન્ડિયા) ગઠબંધન સરકાર બનાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. તે સંદર્ભે અમે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. મેં તેમને મારું રાજીનામું પણ આપી દીધું છે...કોંગ્રેસ અને આરજેડીના પ્રભારીઓ પણ અહીં હાજર હતા... શપથ ગ્રહણ સમારોહ 28મી નવેમ્બરે યોજાશે.