Connect Gujarat
દેશ

હિમાચલ પ્રદેશ: વડાપ્રધાને વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી, વિકાસના અનેક કાર્યોનું પણ કરશે લોકાર્પણ-ખાતમુર્હુત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશ પહોંચી ગયા છે. અહીં ઉના રેલ્વે સ્ટેશન પહોંચ્યા બાદ PMએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી.

હિમાચલ પ્રદેશ: વડાપ્રધાને વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી, વિકાસના અનેક કાર્યોનું પણ કરશે લોકાર્પણ-ખાતમુર્હુત
X

વડાપ્રધાન નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશ પહોંચી ગયા છે. અહીં ઉના રેલ્વે સ્ટેશન પહોંચ્યા બાદ PMએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. ત્યારબાદ પીએમ રેલી માટે રવાના થઈ ગયા છે.આ દેશની ચોથી સેમી હાઈ સ્પીડ ટ્રેન છે, જે અંબ અંદોરાથી નવી દિલ્હી વચ્ચે 412 કિમી દોડશે.

આ ટ્રેન 21 ઓક્ટોબરથી દિલ્હીથી અંબ અંદરા રેલવે સ્ટેશન સુધી નિયમિત રીતે દોડશે. આ ટ્રેન બુધવાર સિવાય અઠવાડિયામાં 6 દિવસ ચાલશે.આ ટ્રેનથી દિલ્હીથી ઉના વચ્ચેનું અંતર લગભગ સાડા પાંચ કલાકમાં કાપવામાં આવશે. દિલ્હીથી ટ્રેનનો ઉપડવાનો સમય સવારે 5:30 કલાકનો રહેશે અને તે 11:05 કલાકે અંદોરા પહોંચશે.PMની મુલાકાતને ધ્યાનમાં રાખીને, ચંબા શહેરની 10 કિમીની ત્રિજ્યામાં આવેલી તમામ ખાનગી અને સરકારી વરિષ્ઠ માધ્યમિક શાળાઓ આજે બંધ રાખવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હિમાચલમાં દેશની ચોથી વંદે માતરમ એક્સપ્રેસને લીલી ઝંડી આપી હતી. આ ટ્રેન અંબ-એંદોરાથી નવી દિલ્હી સુધી દોડશે. આ ઉપરાંત મોદી વિકાસના અનેક પરિયોજનાઓનું ઉદઘાટન કરશે.આ મહિનામાં પીએમની હિમાચલની આ બીજી મુલાકાત છે. ચંબા જિલ્લામાં જાહેર સભાને સંબોધશે.

Next Story