/connect-gujarat/media/media_files/2025/01/20/ek2tRbXxQAG26uGD3K1Y.jpg)
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે આંધ્રપ્રદેશના વિજયવાડા નજીક નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM)ના દક્ષિણી કેમ્પસ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 10મી બટાલિયન કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું હતું.આ દરમિયાન તેમણે એક જાહેર સભામાં કહ્યું હતું કે, ભગવાન દ્વારા કોઈ પણ આપત્તિ આવે ત્યારે NDRF મદદ માટે આવે છે.
જ્યારે માનવસર્જિત આફત આવે છે ત્યારે NDA મદદ માટે આવે છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને હરિયાણા બાદ NDA 2025માં દિલ્હીમાં સરકાર બનાવશે.શાહે કહ્યું કે, આંધ્રપ્રદેશને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારનું સંપૂર્ણ સમર્થન છે. કેન્દ્રએ માત્ર 6 મહિનામાં રાજ્ય માટે રૂ. 3 લાખ કરોડથી વધુના પ્રોજેક્ટને મંજૂરી આપી છે. આ કાર્યક્રમમાં આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ, ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ અને કેન્દ્રીય મંત્રી કે રામ મોહન નાયડુ પણ હાજર હતા.