/connect-gujarat/media/media_files/2025/11/25/volcano-ash-2025-11-25-14-58-36.jpg)
ઇથિયોપિયામાં 10 હજાર વર્ષથી વધુ સમય પછી ફરી સક્રિય થયેલા હાયલી ગુબ્બી જ્વાળામુખીના જોરદાર વિસ્ફોટને કારણે ઉત્પન્ન થયેલા વિશાળ રાખના વાદળો 9,000 કિમીથી વધુનું અંતર કાપીને ભારત સુધી પહોંચી ગયા છે. દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના આકાશમાં હાલમાં આ રાખના અણુઓ જોવા મળી રહ્યા છે, જેનાથી હવાઈ પરિવહન પર નોંધપાત્ર અસર જોવા મળી રહી છે. જોકે, હવામાન વિભાગ (IMD)ના નિષ્ણાંતોના અંદાજ મુજબ, આ વાદળો મંગળવારની સાંજે લગભગ 7:30 વાગ્યા સુધીમાં ભારતના આકાશમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જશે અને આગળ ચીન તરફ ખસી જશે.
હવામાન નિષ્ણાતોના જણાવ્યા મુજબ, રવિવારે થયેલા જ્વાળામુખી વિસ્ફોટ બાદ રાખ અને ધુમાડાનો ઘનદાટ સ્તંભ લગભગ 14 કિમીની ઊંચાઈ સુધી ઉડ્યો હતો. ત્યારબાદ તે પૂર્વ દિશામાં રેડ સી ઉપર ફેલાતો અરબ દ્વીપકલ્પ તરફ ખસી ગયો અને ઊંચી સ્તરની પવનો સાથે અરબ સાગરનો માર્ગ લઈ પશ્ચિમ અને ઉત્તર ભારત સુધી પહોંચ્યો. જોકે મીડિયા અહેવાલો અનુસાર, ભારતીય શહેરોના એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) પર તેની ખાસ અસર થવાની શક્યતા નથી, પરંતુ હિમાલયના પર્વતીય વિસ્તારો અને તરાઈ પટ્ટામાં સલ્ફર ડાયોક્સાઇડના ઉચ્ચરણમાં આટલું લાંબુ મુસાફરી કરેલો રાખનો પ્રભાવ નોંધાઈ શકે છે.
/filters:format(webp)/connect-gujarat/media/media_files/2025/11/25/volcano-ash-2025-11-25-14-58-47.jpg)
આ કુદરતી ઘટનાનો સૌથી મોટો પ્રભાવ હાલ હવાઈ ઉડાનો પર જોવા મળી રહ્યો છે. ભારતમાંથી પશ્ચિમ એશિયા તરફ જતી અનેક ફ્લાઇટ્સને માર્ગ બદલવો પડ્યો છે તો કેટલીક ઉડાનો વિલંબિત પણ થઈ છે. ખાનગી એરલાઇન સ્પાઇસજેટે જણાવ્યું છે કે તેમની દુબઈ જતી ફ્લાઇટ્સ સીધી અસર હેઠળ છે. રાખના કણો જેટ એન્જિન માટે અત્યંત જોખમી માનવામાં આવે છે, તેથી જ કોઈપણ દેશ આવા વાદળોને પસાર કરવાની મંજૂરીઆપતો નથી.
IMDનું કહેવું છે કે, વાદળો ભારત ઉપર લાંબો સમય રહેવાના નથી અને તેમની ગતિ ઝડપથી પૂર્વ તરફ છે. હાલની સ્થિતિ મુજબ, તેઓ આજે સાંજે ભારતના આકાશમાંથી દૂર થઈ જશે અને ચીન તરફ આગળ વધશે. આમ છતાં, ભારતના ઉત્તર-પશ્ચિમના રાજ્યોમાં સવારે અને સાંજે આકાશ થોડું ધૂંધળું દેખાય તેવી શક્યતા છે.
ઈથિયોપિયાનો હાયલી ગુબ્બી જ્વાળામુખી અતિ પ્રાચીન ગણાય છે અને 10 હજાર વર્ષથી નિષ્ક્રિય રહે્યા બાદ થયેલો આ અચાનક વિસ્ફોટ દુનિયાભરના હવાઈ પરિવહનમાં સ્થાનીકથી આંતરરાષ્ટ્રીય સ્તરે વિક્ષેપ પેદા કરી રહ્યો છે. નિષ્ણಾತોનું માનવું છે કે આવનારા દિવસોમાં વિસ્ફોટની તીવ્રતા ઓછી થાય તો પરિસ્થિતિ સામાન્ય તરફ વળશે, પરંતુ હાલ માટે વૈશ્વિક હવામાન અને ઉડ્ડયન સંસ્થાઓ સ્થિતિ પર સતત નજર રાખી રહી છે.