બિહારમાં કાવડ યાત્રીઓના DJનું વાહન હાઇટેન્શન તારને અડી જતાં લાગ્યો વીજળીનો ઝટકો, 9 કાવડિયાના મોત

વડ યાત્રીઓ જળાભિષેક કરવા DJ લઈને નીકળ્યા હતા. ટ્રેક્ટર ટ્રોલી પર આ DJનું સેટઅપ સેટ કર્યું હતું. જે હાઈટેન્શન વાયરની લપેટમાં આવતા આ હોનારત સર્જાઈ

New Update
Bihar Kawadyatra

બિહારના હાજીપુરમાં જળાભિષેક કરવા જતાં કાવડિયાઓનું ડીજે લગાવેલું વાહન હાઇટેન્શન તારને અડી ગયું હતું. સર્જાયેલી દુર્ઘટનામાં 9 કવાડીયા ગંભીર રીતે દાઝી ગયા બાદ મૃત્યુ પામ્યા હોવાનું જાણવા મળ્યું છે. 

આ ઘટના હાજીપુર ઇન્ડસ્ટ્રીયલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા સુલતાનપુર ખાતે બની હતી. જ્યાં સાવનના મહિનામાં ગામના યુવાનો  દર સોમવારે નજીકમાં આવેલા હરિહરનાથ મંદિરમાં જળાભિષેક કરવા જતા હતા. રવિવારે રાતે પણ તેઓ જળાભિષેક કરવા DJ લઈને નીકળ્યા હતા. ટ્રેક્ટર ટ્રોલી પર આ DJનું સેટઅપ સેટ કર્યું હતું. જે હાઈટેન્શન વાયરની લપેટમાં આવતા આ હોનારત સર્જાઈ હતી. 

જાણવા મળ્યા મુજબ આ ગામમાં રોડ રસ્તાની હાલત એટલી હદે બિસ્માર હતી કે જેના લીધે ટ્રેક્ટર ટ્રોલી રોડ પરથી પસાર થઇ રહી હતી. ત્યારે હાઈટેન્શન તારને અડી ગઈ હતી. જેના કારણે કરંટ ફેલાયો અને તેના પર હાજર કાવડિયાઓ કરંટની લપેટમાં આવી ગયા હતા. ઘટનાના પગલે ભારે શોકની કાલીમાં છવાઈ ગઈ હતી. 

Latest Stories