નોકરીની ખુશીની ઉજવણી યુવતી માટે દર્દનાક બની, 2 મિત્રો એ જ કર્યો રેપ!

સોફ્‌ટવેર એન્‍જિનિયર પર તેના બાળપણના મિત્ર અને એક કોમન ફ્રેન્‍ડ દ્વારા હૈદરાબાદની એક હોટલમાં ગેંગરેપ કરવામાં આવ્‍યો હતો.

rape
New Update

હૈદરાબાદમાં એક સોફ્‌ટવેર એન્‍જિનિયર યુવતીએ  તેની નવી નોકરી મળવાની ખુશી નિમિત્તે તેના બે મિત્રોને આમંત્રિત કર્યા હતા.

પરંતુ ઉજવણીની આ રાત તેના માટે દર્દનાક બની ગઈ હતી. જ્‍યારે બંને મિત્રોએ સાથે મળીને યુવતી પર ગેંગરેપ કર્યો હતો. સોફ્‌ટવેર એન્‍જિનિયર પર તેના બાળપણના મિત્ર અને એક કોમન ફ્રેન્‍ડ દ્વારા હૈદરાબાદની એક હોટલમાં ગેંગરેપ કરવામાં આવ્‍યો હતો.

સોફ્‌ટવેર એન્‍જિનિયરે પોલીસને જણાવ્‍યું કે તેને નોકરી માટે ઓફર લેટર મળ્‍યો છે. આ ઉજવણી કરવા માટે તેણી તેના બાળપણના મિત્ર ગૌતમ રેડ્ડી અને અન્‍ય મિત્ર સાથે સોમવારે સાંજે હૈદરાબાદના વનસ્‍થલીપુરમમાં એક બારમાં ઉજવણી કરવા ગઈ હતી. તેઓ એક હોટલ સાથે જોડાયેલા એક બાર અને રેસ્‍ટોરન્‍ટમાં ગયા હતા. રેડ્ડી અને તેના મિત્રે ફૂલ દારૂ પીધો હતો અને પછી તેને હોટલમાં લઈ ગયા અને ત્‍યાં રેપ કર્યો હતો. પીડિતા અને આરોપી બાળપણના મિત્ર છે અને બન્ને સ્‍કૂલમાં સાથે ભણતા હતા.

હોટલની રુમમાં લઈ ગયાં બાદ આરોપીઓએ પીડિતાને નશીલું પીણું પીવડાવ્‍યું હતું અને પછી તેની પર સામૂહિક દુષ્‍કર્મ કર્યું હતું. બળાત્‍કાર બાદ જ્‍યારે તેણી હોશમાં આવી ત્‍યારે તેણે જોર જોરથી ચીસો પાડવાનું શરૂ કર્યું. આ દરમિયાન શોલાઈ અને ગૌતમ રેડ્ડી રૂમમાં હતા. ચીસો સાંભળીને હોટેલ સ્‍ટાફ રૂમમાં પહોંચી ગયો હતો પરંતુ બંને વ્‍યક્‍તિઓ ત્‍યાંથી ભાગી ગયા હતા.પોલીસે ઘટનામાં ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે.

 

#CGNews #India #rape #software Engineer #Girl #hotel #Hydrabad #two friends
Here are a few more articles:
Read the Next Article