Connect Gujarat
દેશ

કેન્દ્રના 'વ્હાઈટ પેપર'ના જવાબમાં કોંગ્રેસ લાવશે 'બ્લેક પેપર', સંસદમાં આજે ફરી હોબાળો થવાની શક્યતા..!

સંસદના બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર યુપીએના 10 વર્ષના શાસન સામે 'વ્હાઈટ પેપર' લાવવા જઈ રહી છે.

કેન્દ્રના વ્હાઈટ પેપરના જવાબમાં કોંગ્રેસ લાવશે બ્લેક પેપર, સંસદમાં આજે ફરી હોબાળો થવાની શક્યતા..!
X

સંસદના બજેટ સત્રમાં કેન્દ્ર સરકાર યુપીએના 10 વર્ષના શાસન સામે 'વ્હાઈટ પેપર' લાવવા જઈ રહી છે. જેના જવાબમાં કોંગ્રેસ પાર્ટી હવે ભાજપ સરકારના 10 વર્ષના શાસન સામે 'બ્લેક પેપર' લાવવાની તૈયારી કરી રહી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારના 10 વર્ષના શાસન પર કોંગ્રેસનું 'બ્લેક પેપર' હશે. મળતી માહિતી મુજબ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે આ 'બ્લેક પેપર' રજૂ કરી શકે છે.

કેન્દ્ર સરકારે 1 ફેબ્રુઆરીએ રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં જાહેરાત કરી હતી કે તે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના છેલ્લા 10 વર્ષમાં ભાજપના 10 વર્ષના આર્થિક પ્રદર્શનની તુલનામાં 'વ્હાઈટ પેપર' લાવશે. આજે ફરી સંસદમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હુમલા અને વળતા હુમલાની રાજનીતિ જોવા મળી શકે છે. જેના કારણે સંસદમાં ફરી હંગામો થવાની સંભાવના છે.

Next Story