ચીનમાં કોરોનાએ ફરી ઉપાડો લીધો છે અને હવે પછીના ત્રણ મહિના વિશ્વ માટે ખતરનાક છે એવી ચેતવણી નિષ્ણાતોએ આપ્યા પછી લોકોમાં ફરી ભય પેદા થયો છે. ભારત સરકાર પણ કોરોનાના પગલે એલર્ટ બની ગઈ છે ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાહુલ ગાંધી અને અશોક ગેહલોતને પત્ર લખીને કહ્યું છે કે ભારત જોડો યાત્રા કોરોનાના નિયમોનો ભંગ કરી રહી છે. કાં તો યાત્રામાં નિયમોનું પાલન કરો અથવા યાત્રા બંધ કરો.સરકારની અપીલ પર કોંગ્રેસે કહ્યું- ભારત જોડો યાત્રાથી મોદી સરકાર ડરી ગઈ છે. શું PM મોદી ગુજરાતની ચૂંટણીમાં માસ્ક પહેરીને ગયા હતા? ચીનમાં વધી રહેલા કેસો વચ્ચે દુનિયાના 10 દેશમાં છેલ્લા 7 દિવસમાં જ કોરોનાના 36 લાખ કેસ નોંધાયા છે, જ્યારે 10 હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. કોરોનાને પગલે ભારત સરકાર એલર્ટ મોડ પર આવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયા ભારતમાં કોવિડ-19ની સ્થિતિ અંગે વરિષ્ઠ અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક કરશે. બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્યસચિવે માંડવિયા સાથેની ગઈકાલની મીટિંગ બાદ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ઈમેઈલ કરીને કહ્યું હતું કે કોરોનાના તમામ પોઝિટિવ કેસના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવે, જેથી કોરોનાના પ્રકારને શોધી શકાય. આ દિવસોમાં ચીન, જાપાન, અમેરિકા, કોરિયા અને બ્રાઝિલમાં કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે ત્યારે ભારત સરકાર પણ એલર્ટ બની છે.
વિશ્વમાં વધતા કોરોના સંક્રમણના પગલે ભારત સરકારે રાહુલ ગાંધીને કહ્યું, ભારત જોડો યાત્રામાં નિયમોનું પાલન કરો અથવા યાત્રા બંધ કરો !
ચીનમાં કોરોનાએ ફરી ઉપાડો લીધો છે અને હવે પછીના ત્રણ મહિના વિશ્વ માટે ખતરનાક છે એવી ચેતવણી નિષ્ણાતોએ આપ્યા પછી લોકોમાં ફરી ભય પેદા થયો છે.
New Update
Latest Stories