/connect-gujarat/media/post_banners/86a17510e380dbca2ee7cf4ff0dd50e52c928afc7e309e379c81c670f47cdd7d.webp)
ધૂમનગંજમાં ઉમેશ પાલ અને કોન્સ્ટેબલ સંદીપ નિષાદની હત્યામાં સામેલ અરબાઝ સોમવારે એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. અરબાઝ ક્રેટા વાહન ચલાવી રહ્યો હતો જેમાં શૂટરોએ ઉમેશ પાલ પર હુમલો કર્યો હતો. હુમલામાં વપરાયેલી ક્રેટા કાર ચકિયા વિસ્તારમાંથી મળી આવ્યા બાદ પોલીસે એન્જિન અને ચેસીસ નંબરથી આરોપી અરબાઝ સુધી પહોંચી હતી.
સોમવારે બપોરે પીપલ ગામ વિસ્તારમાં અરબાઝની હાજરીની સૂચના પર પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન પોલીસને જોઈને અરબાઝે ગોળીબાર શરૂ અકર્યું હતું. જવાબી ગોળીબારમાં અરબાઝ માર્યો ગયો હતો. એન્કાઉન્ટરમાં ધુમનગંજ ઈન્સ્પેક્ટરના જમણા હાથે પણ ગોળી વાગી હતી.