Connect Gujarat
દેશ

કોરોના રસીકરણમાં ભારતનો નવો રેકોર્ડ, 18 મહિનામાં 200 કરોડ ડોઝ આપવામાં આવ્યા

રવિવારે દેશમાં કોરોના રસીકરણનો નવો રેકોર્ડ બન્યો, પીએમ મોદીએ પણ ટ્વિટ કરીને શુભકામનાઑ પાઠવી

X

રવિવારે દેશમાં કોરોના રસીકરણનો નવો રેકોર્ડ બન્યો હતો. રસીકરણની કુલ સંખ્યા બે અબજ એટ્લે કે 200 કરોડ સુધી પહોંચી હતી. આ સાથે ભારત તેની વસ્તીને બે અબજથી વધુ ડોઝ આપનારો બીજો દેશ બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, 17 જુલાઈ, 2022.. આ દિવસ હંમેશા યાદ રહેશે. પીએમ મોદીએ પણ ટ્વિટ કર્યું અને કહ્યું કે ભારતે ફરી ઇતિહાસ રચ્યો છે. 200 કરોડ રસીના ડોઝના વિશેષ આંકને પાર કરવા બદલ તમામ ભારતીયોને અભિનંદન પાઠવ્યા હતા. અત્યાર સુધી, ભારત કરતાં ચીનમાં કોરોના રસીના વધુ ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. જ્યાં અત્યાર સુધીમાં 300 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

આવો જાણીએ 200 કરોડના કોરોના રસીકરણના આંકડાની સફર કેવી રહી, આજથી બરાબર 18 મહિના પહેલા 16 જાન્યુઆરી 2021ના રોજ દેશમાં કોરોના સામેના યુદ્ધમાં સૌથી મોટા હથિયારનો ઉપયોગ શરૂ થયો હતો. દેશમાં રસીકરણ શરૂ થયું ત્યારે સૌ પ્રથમ, ફ્રન્ટ લાઇન કામદારો અને ગંભીર બીમારીથી પીડિત વૃદ્ધ લોકોનું રસીકરણ શરૂ થયું. પ્રથમ સપ્તાહમાં જ 12,43,013 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. આ પછી, અઠવાડિયા પછી કોરોના રસીકરણની ઝડપ વધતી રહી હતી. 13 થી 19 માર્ચ 2021નું અઠવાડિયું પહેલું અઠવાડિયું હતું જેમાં એક કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. જોકે, મે 2021માં જ્યારે કોરોનાની બીજી લહેર શરૂ થઈ ત્યારે રસીકરણની ગતિ ધીમી પડી ગઈ હતી. દર અઠવાડિયે રસીકરણ જે વધીને 20 મિલિયન થઈ ગયું હતું. જે ઘટીને એક કરોડથી પણ ઓછા થઈ ગયા.

કોરોનાની બીજી લહેરની વચ્ચે, રસીકરણની ગતિ ફરી વધી. આ સમય સુધીમાં 18 વર્ષથી વધુ વયના લોકોનું રસીકરણ પણ શરૂ થઈ ગયું હતું. 19 થી 25 જૂન દરમિયાન દેશમાં રેકોર્ડ ચાર કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. આ રેકોર્ડ ઓગસ્ટમાં તૂટી ગયો હતો. પ્રથમ વખત, 28 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બરની વચ્ચે 5 કરોડથી વધુ લોકોને રસી આપવામાં આવી હતી. તો 11 થી 17 સપ્ટેમ્બર દરમિયાન આ આંકડો છ કરોડથી વધુ પર પહોંચ્યો હતો. આ પછી રસીકરણની ઝડપ ફરી ઓછી થવા લાગી. ઓક્ટોબરના છેલ્લા સપ્તાહમાં તે ઘટીને 2.43 કરોડ પર આવી ગયો. નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીના પહેલા પ ખવાડિયા સુધી આ સ્પીડ દર અઠવાડિયે ચારથી પાંચ કરોડની વચ્ચે રહી હતી. 22 થી 28 જાન્યુઆરી દરમિયાન તે ફરી ચાર કરોડની નીચે આવી ગયો. અને હાલ આંકડો 200 કરોડને સર કરી ગયો છે.

Next Story