ગુજરાતના 74 તાલુકામાં મેઘો મન મૂકીને વરસ્યો

ગુજરાતના 74 તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડમાં 10 ઈંચથી વધુ, ઉમરગામમાં 7 ઈંચથી વધુ, નવસારી જિલ્લાના ખેરગામમમાં 8 ઈંચથી વધુ, ગણદેવીમાં 8 ઈંચ

વ્ર્સા
New Update

ગુજરાતના 74 તાલુકામાં 8 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડમાં 10 ઈંચથી વધુ, ઉમરગામમાં 7 ઈંચથી વધુ, નવસારી જિલ્લાના ખેરગામમમાં 8 ઈંચથી વધુ, ગણદેવીમાં 8 ઈંચથી સહિત તમામ તાલુકામાં સારો વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે રાજ્યના દક્ષિણ ભાગોના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત યલો એલર્ટ અંતર્ગતના જિલ્લામાં રાજકોટ, જૂનાગઢ, પંચમહાલ, છોટ ઉદેપુર, નર્મદા, સુરત અને તાપી સહિતના પૂર્વ દક્ષિણ ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે

#વરસાદ #હવામાનવિભાગ #વલસાડ
Here are a few more articles:
Read the Next Article