જમ્મુ-કાશ્મીર :સુરક્ષા દળોને મળી મોટી સફળતા, ત્રણ આતંકીઓને ઠાર માર્યા

બારામુલ્લામાં સુરક્ષા દળોને એન્કાઉન્ટરમાં મોટી સફળતા મળી, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ વચ્ચેના સંયુક્ત ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા

New Update
આતંકીઓ1

જમ્મુ-કાશ્મીરના બારામુલ્લામાં સુરક્ષા દળોને એન્કાઉન્ટરમાં મોટી સફળતા મળી છે. શનિવારે સવારે સ્થાનિક પોલીસે પુષ્ટિ કરી કે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ વચ્ચેના સંયુક્ત ઓપરેશનમાં ત્રણ આતંકવાદીઓ માર્યા ગયા છે. હાલ ઓપરેશન ચાલુ છે. કારણ કે ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ દ્વારા મળેલી માહિતીમાં જાણવા મળ્યું છે કે હજુ કેટલાક આતંકવાદીઓ ત્યાં છુપાયેલા છે. જેથી આ સમાચાર બાદ 13-14 સપ્ટેમ્બરની વચ્ચેની રાત્રે ચક ટપ્પર ક્રીરી વિસ્તારમાં એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વાસ્તવમાં બારામુલ્લામાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે રાત્રે અથડામણ શરૂ થઈ હતી, જે આખી રાત ચાલુ રહી. આ અંગે અધિકારીઓના જણાવ્યું કે, આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકીઓ છુપાયેલા છે. આતંકીઓને ઠાર મારવાનું ઓપરેશન હાલમાં ચાલી રહ્યું છે.

બારામુલ્લામાં આતંકવાદીઓ સામે સુરક્ષા દળોને સફળતા મળી જ્યારે શુક્રવારે યુટીના કિશ્તવાડમાં એક અથડામણમાં જેસીઓ સહિત બે સૈનિકો શહીદ થયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, છતરુ પોલીસ સ્ટેશન વિસ્તારના નૈદગામ ગામના ઉપરના વિસ્તારોમાં પિંગનાલ દુગડ્ડા જંગલ વિસ્તારમાં સુરક્ષા દળોના સર્ચ પાર્ટીઓ અને છુપાયેલા આતંકવાદીઓ વચ્ચે એન્કાઉટર થયું હતું. જેમાં સેનાના ચાર જવાનો ઘાયલ થયા હતા અને તેમાંથી બે જેસીઓ નાયબ સુબેદાર વિપન કુમાર અને કોન્સ્ટેબલ અરવિંદ સિંહનું સારવાર દરમિયાન મોત થયું હતું.

Latest Stories