Connect Gujarat
દેશ

પટનામાં જેડીયુના યુવા નેતા સૌરભ કુમારની ગોળી મારી હત્યા, હુમલાખોરોએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું

સૌરભ તેની મિત્ર મુનમુન સાથે મધરાતે 12 વાગ્યે કારમાં સવાર થઈને લગ્નના રિસેપ્શનમાંથી પરત ફરી રહ્યા હતા.

પટનામાં જેડીયુના યુવા નેતા સૌરભ કુમારની ગોળી મારી હત્યા, હુમલાખોરોએ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું
X

પટનામાં JDU નેતા સૌરભ કુમાર (33)ની બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. સૌરભ તેની મિત્ર મુનમુન સાથે મધરાતે 12 વાગ્યે કારમાં સવાર થઈને લગ્નના રિસેપ્શનમાંથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન બાઇક સવાર 4 બદમાશોએ તેમના પર લગભગ 5 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.સૌરભ કુમારને માથામાં બે ગોળી વાગી હતી. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે તેના મિત્ર મુનમુન કુમારને ત્રણ ગોળી વાગી હતી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.મામલો પટનાના પુનપુન પોલીસ સ્ટેશન વિસ્તારના બડિયા કૌલ ગામનો છે. સૌરભ કુમાર પણ પ્રોપર્ટી ડીલિંગનું કામ કરતો હતો. ઘટનાની માહિતી મળતાની સાથે જ પાટલીપુત્ર સીટ પરથી આરજેડી ઉમેદવાર અને લાલુ યાદવની મોટી પુત્રી મીસા ભારતી સૌરભ કુમારના પરિવારને મળ્યા હતા.

Next Story