ઝારખંડ વિધાનસભા ચૂંટણી, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે સરાયકેલામાં સભા સંબોધી કોંગ્રેસ પર કર્યા પ્રહાર

ઝારખંડ વિધાનસભાના પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરાયકેલામાં ચૂંટણી રેલી યોજી હતી. તેમણે ફરી એકવાર મહારાષ્ટ્રમાં

New Update
અમિત shah
Advertisment

ઝારખંડ વિધાનસભાના પ્રથમ તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે સોમવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સરાયકેલામાં ચૂંટણી રેલી યોજી હતી. તેમણે ફરી એકવાર મહારાષ્ટ્રમાં મુસ્લિમોને અનામત આપવાના કોંગ્રેસના વચનનો ઉલ્લેખ કર્યો. શાહે કહ્યું કે અમારા રહેતા દરમિયાન મુસ્લિમોને ક્યારેય અનામત નહીં મળે. અમે આદિવાસીઓના અધિકારો છીનવીને મુસ્લિમોને આપવા નહીં દઈએ. જો ઘુસણખોર આદિવાસી યુવતી સાથે લગ્ન કરે તો જમીન તેના નામે નહીં થાય.અમિત શાહે કહ્યું- નોટ ગણવાના મશીન થાકી ગયા, પણ રુપિયા ખલાસ ન થયા.

Advertisment

મોદી સરકારે ઝારખંડના લોકો માટે મોકલેલા 350 કરોડ રૂપિયા હેમંત સરકારે ખાઈ ગઈ. જ્યારે ચંપાઈ સોરેને ભ્રષ્ટાચાર બંધ કરવાનું કહ્યું ત્યારે તેમનું અપમાન કરીને તેમને હટાવી દેવામાં આવ્યા હતા.અમિત શાહે કહ્યું- 1000 કરોડનું મનરેગા કૌભાંડ કર્યું, સૈનિકોની જમીન હડપ કરી. હજારો કરોડ રૂપિયાનું દારૂનું કૌભાંડ. રાહુલ ગાંધી લોકોને કરોડપતિ બનાવવાનું કામ કરે છે, મોદીજી લાખો મહિલાઓને કરોડપતિ બનાવવાનું કામ કરે છે.

Latest Stories