જોશીમઠઃ ડૂબતા શહેરમાં આજથી અસુરક્ષિત ઈમારતો સાથે 2 લક્ઝરી હોટલ તોડી પડાશે

જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે અસુરક્ષિત બનેલી ઇમારતોને તોડી પાડવાની ઝુંબેશ આજથી શરૂ થશે.

New Update
જોશીમઠઃ ડૂબતા શહેરમાં આજથી અસુરક્ષિત ઈમારતો સાથે 2 લક્ઝરી હોટલ તોડી પડાશે

જોશીમઠમાં ભૂસ્ખલનને કારણે અસુરક્ષિત બનેલી ઇમારતોને તોડી પાડવાની ઝુંબેશ આજથી શરૂ થશે. મુખ્ય સચિવ ડૉ.એસ.એસ.સંધુએ અસુરક્ષિત ઈમારતોને તોડી પાડવા સૂચના આપી છે. સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CBRI)ના વૈજ્ઞાનિકોની દેખરેખ હેઠળ ટીમ ઈમારતોને તોડી પાડવાનું કામ કરશે. બંને સંસ્થાઓની ટીમો જોશીમઠ પહોંચી ગઈ છે. અસુરક્ષિત ઈમારતો પર લાલ નિશાન લગાવવામાં આવ્યા છે.

સેક્રેટરી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડૉ. રણજિત સિન્હાએ જણાવ્યું હતું કે જોશીમઠ પહોંચેલી CBRI ટીમે સોમવારે મલારી ઇન અને માઉન્ટ વ્યૂ હોટેલનો સર્વે કર્યો હતો. આ બે હોટલમાંથી ઈમારતોને તોડી પાડવાની શરૂઆત થશે. આ હોટલોને ભારે નુકસાન થયું છે.

સૌ પ્રથમ હોટેલ મલારી ઇનને તોડી પાડવામાં આવશે. સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ રૂરકીના નિષ્ણાતોની ટીમના નિર્દેશન હેઠળ અને NDRF, SDRFની હાજરીમાં હોટલ તોડવાની કાર્યવાહી કરવામાં આવશે. આ દરમિયાન 60 મજૂરો સાથે બે જેસીબી, એક મોટી ક્રેન અને બે ટીપર ટ્રક તૈનાત કરવામાં આવી છે.

Latest Stories