રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ જસ્ટિસ સંજીવ ખન્નાને ભારતના 51માં મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ લેવડાવ્યા હતા.આ શપથ ગ્રહણ સમારોહ સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો હતો.જસ્ટિસ ખન્ના જસ્ટિસ ડી વાય ચંદ્રચૂડનું સ્થાન લેશે, જેમનો કાર્યકાળ સમાપ્ત થઈ ગયો છે.
કેન્દ્ર સરકારે 16 ઓક્ટોબરના રોજ ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની ભલામણ બાદ 24 ઓક્ટોબરે જસ્ટિસ ખન્નાની નિમણૂકને સત્તાવાર રીતે સૂચિત કરી હતી. શુક્રવારે જસ્ટિસ ચંદ્રચૂડનો CJI તરીકેનો છેલ્લો કાર્યકારી દિવસ હતો અને સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ન્યાયાધીશો, વકીલો અને સ્ટાફ દ્વારા તેમને ભવ્ય વિદાય આપવામાં આવી હતી.
જસ્ટિસ ખન્ના,જાન્યુઆરી 2019થી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે સેવા આપી રહ્યા છે, EVMની પવિત્રતા જાળવી રાખવા, ચૂંટણી બોન્ડ યોજનાને રદ કરવા, આર્ટિકલ 370 નાબૂદ કરવા અને દિલ્હીના ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા જેવા અનેક સીમાચિહ્નરૂપ નિર્ણયોનો તેઓ ભાગ રહ્યા છે.