Connect Gujarat
દેશ

કર્ણાટક: સરકારી કર્મચારીઓના પગારમાં થયો 17 ટકાનો તોતિંગ વધારો

CM બસવરાજ બોમ્મઇએ બુધવારે આંદોલનકારી સરકારી કર્મચારી સંગઠનને શાંત કરવા માટે 17 ટકાના વચગાળાના પગાર વધારાની જાહેરાત કરી છે.

કર્ણાટક: સરકારી કર્મચારીઓના પગારમાં થયો 17 ટકાનો તોતિંગ વધારો
X

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ બુધવારે આંદોલનકારી સરકારી કર્મચારી સંગઠનને શાંત કરવા માટે 17 ટકાના વચગાળાના પગાર વધારાની જાહેરાત કરી છે. સાતમા પગાર પંચની ભલામણોના આધારે પગારમાં સુધારો કરવાની અને નેશનલ પેન્શન સિસ્ટમ (એનપીએસ)ને પાછી ખેંચી લેવાની માગણી સાથે કામ પડતું મૂકવાના એસોસિયેશનના નિર્ણયને કારણે કર્ણાટકમાં સરકારી સેવાઓ ખોરવાઈ ગઈ હતી જેના પગલે સીએમ બોમ્મઈએ પગાર વધારાની જાહેરાત કરીને તેમને શાંત પાડ્યાં હતા. સીએમ બોમ્મઈએ કહ્યું કે અમે 7માં પગાર પંચની નિમણૂક કરી દીધી છે. એસોસિએશન સાથે વાતચીત પછી, અમે એક કરાર પર પહોંચ્યા છીએ. વચગાળાની રાહત તરીકે, અમે સરકારી કર્મચારીઓને 17 ટકાનો વધારો આપીશું. આદેશો જારી કરવામાં આવી રહ્યા છે. ન્યૂ પેન્શન સ્કીમ (એનપીએસ) અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે જૂની પેન્શન યોજનાને ફરીથી રજૂ કરવા માટે વધારાના મુખ્ય સચિવની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવશે. બે મહિનામાં તેનો અહેવાલ રજૂ કરવા માટે કહેવામાં આવશે.

Next Story